ઘાસચારા કૌભાંડમાં લાલૂ યાદવને મળી જામીન છતાં રહેવું પડશે જેલમાં

0
165

નવી દિલ્હી, તા. 09 ઓક્ટોબર 2020, શુક્રવાર

RJD અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા એક મામલામાં શુક્રવારે ઝારખંડ હાઈકોર્ટે જામીન આપ્યા છે પરંતુ તેમ છતાં તેઓએ જેલમાં જ રહેવું પડશે કારણ કે અન્ય એક કેસમાં તેમને જામીન મળી નથી અને આ કારણે તેઓએ જેલમાં જ રહેવું પડશે.

એક જાણકારી પ્રમાણે છેલ્લા કેસમાં જામીન એક મહિના બાદ મળશે. દરેક કેસમાં તેમણે અડધી સજા જેલમાં કાપ્યા બાદ મળી છે. બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી તેમના દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી જેના પર પૂર્ણવિરામ લાગી ચુક્યું છે.

ઉલ્લેખનિય છે કે, રાંચીની CBI કોર્ટે ઘાસચાર કૌભાંડ સાથે સંબંધિત ચાઈબાસા કોષાગારમાંથી ગૈરકાયદે નિકાસના મામલે તેમને પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે. પોતાની જામીન અરજીમાં લાલૂ યાદવે કહ્યું હતું કે તેમને આ મામલે પોતાની અડધી સજા કાપી લીધી છે તેના આધાર પર તેમને જામીન આપવી જોઈએ. આ સિવાય તેમણે પોતાની બિમારીનું કારણ પણ આપ્યું હતું.

આ અગાઉ 11 સપ્ટેમ્બરે સુનવણી દરમિયાન CBIએ જામીનનો વિરોધ કર્યો હતો. CBIએ જવાબ આપતા જણાવ્યું હતું કે, લાલૂને ચાર કેસમાં સજા સંભળાવવામાં આવી છે. દરેક કેસની સજા અલગ-અલગ ચાલી રહી છે. જ્યાં સુધી સંબંધિત કોર્ટ દરેક સજા એક સાથે ચલાવવાનો આદેશ આપે નહી ત્યાં સુધી સજા અલગ-અલગ જ ચાલશે. દરેક કેસમાં અડધી સજા કાપ્યા બાદ તેમને જામીન મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here