ઘરમાં સુખ-શાંતિ, પૈસા અને સમૃદ્ધિ લાવવી છે? તો કરો વાસ્તુશાસ્ત્રના આ ઉપાયો

0
70

વાસ્તુશાસ્ત્ર (Vastu Tips )અને પૌરાણિક માન્યતાઓ પ્રમાણે પક્ષીઓની જોડી નારિયેળ (Coronet), એકાક્ષી નારિયેળ સુખ સમૃદ્ધિની બરકત માટે ખુબ જ  ઉપયોગી માનવામાં આવે છે. આ વસ્તુઓનો ઉપયોગ અને સજાવટ ઘરની સમૃદ્ધિ અને શાંતિ માટે કરવામાં આવે છે. તો જાણો ઘરમાં વાસ્તુશાસ્ર (Vastu Tips for Home) પ્રમાણે કઈ કઈ વસ્તુને શુભ માનવામાં આવે છે.

સૌભાગ્ય લાવશે મની પ્લાંટ

મની પ્લાંટને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટીએ ખુબ જ શુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ પ્લાન્ટ રોપવાથી ભાગ્ય વધે છે અને ઘર પરિવારમાં ધન અને સમૃદ્ધિ આવે છે.

અનેક ખુશીઓ લાવશે મોરપીંછ

મોર પીંછને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી ખુબ જ શુભ માનવામાં આવે છે. ઘરમાં મોર પીંછ રાખવાથી અનેક મુશ્કેલીઓ દૂર થઈ જાય છે.

શ્રીફળથી મળશે માં લક્ષ્મીના આશિર્વાદ

શ્રીફળ એક ફળ જ છે. જેની પૂજા કરી બીજ જ દિવસે તેને પોતાની તિજોરી કે મંદિરમાં સ્થાપિત કરી દો. શ્રીફળ ખીસ્સામાં કે વ્યાપારની જગ્યા કે તિજોરીમાં રાખવાથી લક્ષ્મીજીની કૃપા બની રહે છે.

સકારાત્મક ઉર્જા લાવશે શ્રીફળ

હિંદુ પરિવારોમાં શુભ પ્રસંગોમાં નાળિયરથી સજેલો કલશનું ચિત્ર અને નાળિયેરનું ચિત્ર બનાવીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરી શકાય છે.

પૈસાની ભારે બચત કરાવશે પક્ષીઓની આ જોડી

પક્ષીઓની જોડી પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ માનવામાં આવે છે. સુંદર પક્ષીઓની જોડી વાસ્તુ પ્રમાણે પણ ખુબ જ શુભ હોય છે. હંસ, પોપટ, મોર, ચકલા-ચલકી જેવા શુભ પક્ષીઓની જોડીની તસવીરો કે મૂર્તિઓ ઘરમાં લગાવવાથી ઘરના સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવના જાગૃત થાય છે. નવદંપતિના બેડરૂમમાં આવા પક્ષીઓની જોડીઓ રાખવી શુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here