ગોંડલના બંધ મકાનમાં દીપડો ઘૂસ્યો, વન વિભાગના અધિકારી જોવા ગયા અને દીપડાએ હુમલો કરી દેતા લોહીલૂહાણ, દીપડો બહાર નીકળતા જ લોકોમાં અફરાતફરી

0
78
  • સ્થાનિકોએ ઘટનાની જાણ વનવિભાગને કરતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ
  • દીપડો બહાર આવતા જ લોકો અગાસી પર ચડી ગયા

ગોંડલના ભગવતપરા શાળા નંબર 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યાં હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરતા વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. દરમિયાન બંધ મકાનમાં દીપડો છે કે નહીં તે જોવા માટે વનવિભાગના અધિકારી ગયા હતા અને દીપડાએ તેના પર હુમલો કર્યો દેતા લોહીલૂહાણ બન્યા હતા. બાદમાં દીપડો ઘરમાંથી બહાર નીકળતા જ લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

હાલ વન વિભાગે દીપડાને પકડવા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ
મળતી વિગત મુજબ ગોંડલ શહેરના ભગવતપરા શાળા નં 5 પાસે આવેલા બંધ મકાનમાં દીપડો હોવાના સમાચાર મળતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના અધિકારી દોડી આવ્યા હતાં. તેમજ સ્થાનિક પોલીસ તેમજ નગર પાલિકાની ટીમ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલ વનવિભાગ દ્વારા દીપડાને પકડવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

ફોરેસ્ટના અધિકારી ઈજાગ્રસ્ત, લોકો ડરના કારણે અગાસી પર ચડી ગયા

લોકો ડરના લીધે પોતાના ઘરની અગાસી પર ચડી ગયા
ગોંડલના રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. દીપડો બંધ મકાનમાં હોવાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જેને લઈને રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વનવિભાગની ટીમે બંઘ મકાનમાં દીપડો છે કે નહીં તેની તપાસ કરવા જતા દીપડાએ વનવિભાગના કર્મચારી પર હુમલો કર્યો હતો. જેમાં વનવિભાગના અધિકારી ગંભીર રીત ઈજાગ્રસ્ત થયા હતા. જો કે હજુ સુધી દીપડો પાંજરે પૂરાયો નથી. લોકો ડરના લીધે પોતાના ઘરની અગાસી પર ચડી ગયા હતાં.

દીપડાએ વનવિભાગના અધિકારી પર હુમલો કરતા રાજકોટ સિવિલમાં ખસેડાયા
દીપડોએ અચાનક વનવિભાગના અધિકારી પર હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તેને તાત્કાલિક સારવાર માટે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here