ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ 93 વર્ષે કોરોનાને મ્હાત આપી

0
62

દ્રઢ મનોબળ હોવાની સાથે ડોક્ટરોની મહેનત ભક્તોની પ્રાર્થના રંગ લાવી

વર્ષ ૧૯૭૨થી શિક્ષણરૂપી સેવા કરતાં અને સ્વામિનારાયમ સંપ્રદાયમાં અગ્રગણ્ય સંતોમાં સ્થાન ધરાવતાં ૯૩ વર્ષિય શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ પ્રાણઘાતક અને અતિચેપી કોરોનાને મ્હાત આપી છે. સત્સંગ શિક્ષા પરિષદના સ્થાપક અને મેનેજીંગ ટ્રસ્ટી હરિપ્રકાશ સ્વામીને ઓક્સિજન ઉપર રાખવામાં આવ્યા હતાં. ત્યારે રીકવર્રી બાદ તેમને કહ્યું હતું કે, ડોક્ટરોની મહેનત, ભગવાનના આશીર્વાદ, ભક્તોની પ્રાર્થના અને  પોતાના વીલ પાવરથી આ ભયાનક બિમારીથી તેઓ બહાર નીકળી શક્યાં છે.

શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજીને શરૂઆતમાં તાવ તેમજ ખાંસીના લક્ષણો દેખાતાં તેમનો તા.૨૧ ઓકટોબરના રોજ કોરોના ટેસ્ટ કરાવતાં તે પોઝિટીવ આવ્યો હતો તેથી સારવાર માટે તેમને એસ.જી.હાઇવે પર આવેલી એસ.જી.વી.પી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. સ્વામીની ઉંમર ૯૩ વર્ષની હોવાથી તેમને ર – ૩ દિવસ શ્વાસ લેવામાં તકલીફ જણાતાં હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તેમને ઓક્સિજન પર રાખવામાં આવ્યા હતાં પરંતુ ૨-૩ દિવસ બાદ સ્વાસ્થ્યમાં ઝડપથી રિકવરી જોવા મળી હતી.જેથી હોસ્પિટલના ડોક્ટર દ્વારા આશ્ચર્ય વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સ્વામીજીનો મનોબળ એટલું મજબૂત અને દ્રઢ હતું કે તેના કારણે તેમની ઝડપથી રીકવરી થઇ શકી છે તા.૯ નવેમ્બરના રોજ સ્વામીજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય અંગે તેમણે જણાવ્યું હતું કે હાલ તેઓ સ્વસ્થ છે હોસ્પિટલના ડોક્ટરોની મહેનત અને  સ્વામી માધવપ્રિયદાસજી દ્વારા કરવામાં આવેલા મેનેજમેન્ટથી તેમની ઝડપથી રીકવરી થઇ છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, હરીભક્તો, સત્સંગ શિક્ષા પરિષદ્ ગાંધીનગરના તમામ સ્ટાફ તેમજ ગુરુકુળ પરિવારજનો દ્વારા કરવામાં આવેલી પ્રાર્થનાથી તેઓ સ્વસ્થ થઇ શક્યાં છે.અમદાવાદ દેશ ગાદીના તેજેન્દ્રપ્રસાદ મહારાજે પણ ફોન કરીને તેમના ખબર અંતર પુછ્યાં હતાં. આ અંગે સંસ્થાના ટ્રસ્ટી વિપુલભાઇ અને ડાયરેક્ટર ઉમંગભાઇ વસાણીએ જણાવ્યું હતું કે, શાસ્ત્રી હરિપ્રકાસ સ્વામીને કોરોના થયા બાદ ગુરુકુળ પરિવાર નિત્ય પ્રાર્થના કરવામાં આવતી હતી અને ડોક્ટરોના સંપર્કમાં રહીને સ્વામીના સ્વાસ્થ્યની જાણકારી મેળવવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, હરિપ્રકાશ સ્વામીએ ગાંધીનગરના સેક્ટર-રર, ૨૩ અને જીઇબી અને ભાટમાં શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરી છે. જ્યારે તેમના ટ્રસ્ટ દ્વારા ભાવનગર, પોરબંદર, કેવડીયા કોલોની, રોઝડ, ધરમપુર, લાઠીદળમાં પણ સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here