ગુજરાતમાં 18 દિવસ બાદ કોરોનાના હાઇએસ્ટ 1,049 કેસ

0
36

છેલ્લા 24 કલાકમાં પાંચ સહિત કુલ મરણાંક 3,773

– 12,478 એક્ટિવ કેસ- 879 દર્દીઓ સાજા થયા, રિક્વરી રેટ 91.11% : અમદાવાદ શહેરમાં સૌથી વધુ 166 કેસ

ગુજરાતમાં કોરોના ફરી ચિંતાજનક સિૃથતિ સર્જી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 1049 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. ગુજરાતમાં 23 ઓક્ટોબર બાદ નોંધાયેલા કોરોનાના આ સર્વોચ્ચ દૈનિક કેસ છે. હાલમાં 12478 એક્ટિવ કેસ છે અને 69 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ પાંચ વ્યક્તિના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3773 છે. છેલ્લા 24 કલાકમાં 879 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ હવે 91.11% છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાં 149-ગ્રામ્યમાં 34 સાથે સૌથી વધુ 183 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 38920 છે. અમદાવાદ શહેરમાં 166-ગ્રામ્યમાં 12 એમ 178 નવા કેસ સામે આવ્યા છે અને કુલ કેસ 44284 છે.

રાજકોટમાં 24 કલાકમાં જ કેસમાં 40%નો વધારો થયો હતો અને 128 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ હતી. રાજકોટમાં સોમવારે 90 કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં 80-ગ્રામ્યમાં 39 એમ 119 કેસ નોંધાયા છે. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 53 સાથે મહેસાણા, 51 સાથે ગાંધીનગર, 44 સાથે જામનગર, 39 સાથે બનાસકાંઠા, 36 સાથે પાટણ, 20 સાથે અમરેલીનો સમાવેશ થાય છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ 3 જ્યારે રાજકોટ-સુરતમાં 1-1 એમ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 1924, સુરતમાં 859 અને રાજકોટમાં 165 છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 208, અમદાવાદમાંથી 155, રાજકોટમાંથી 98 અને વડોદરામાંથી 79 દર્દીઓ સાજા થયા છે.કોરોનાથી સૌથી વધુ મૃત્યુદર ધરાવતા રાજ્યો હોય તેમાં ગુજરાત 2.10% સાથે ત્રીજા સૃથાને છે. છેલ્લા 24 કલાકમાં 52960 સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 65,72,903 છે. ગુજરાતમાં હાલ 4,96,526 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here