ગુજરાતમાં 1,181ને કોરોના: 45 દિવસ બાદ 1,200થી ઓછા કેસ

0
59

– 9 વ્યક્તિના મૃત્યુ: એક્ટિવ કેસ 15,717

– છેલ્લા 24 કલાકમાં 4 જિલ્લામાંથી જ 800 કેસ: 1,143 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ વધીને 87.28%

ગુજરાતમાં કોરોના વાયરસના દૈનિક કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ યથાવત્ રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૮૧ નવા કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસ ૧૨૦૦થી ઓછા નોંધાયા હોય તેવું ૨૭ ઓગસ્ટ બાદ એટલે કે ૪૫ દિવસમાં સૌપ્રથમવાર બન્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૯ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે ૩,૫૬૯ છે. ગુજરાતમાં હાલ ૧૫૭૧૭ એક્ટિવ કેસ છે અને ૮૬ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧,૪૧૩ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. આ સાથે જ કોરોનાથી સાજા થવાનો દર હવે વધીને ૮૭.૨૮% થઇ ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ-સુરત-વડોદરા-રાજકોટ એમ ચાર જિલ્લામાં જ ૮૦૦ કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં દૈનિક કેસ સતત ઘટી રહ્યા છે જ્યારે સુરતમાં હજુ પણ ૨૫૦થી વધુ કેસ નોંધાવવાનો ક્રમ યથાવત્ છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાં ૧૭૬-ગ્રામ્યમાં ૮૫ સાથે વધુ ૨૬૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૨ હજારને પાર થઇને ૩૨૧૭૯ થઇ ગયો છે. અમદાવાદ શહેરમાં ૧૬૮-ગ્રામ્યમાં ૨૧ સાથે ૧૮૯ કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૩૯ હજારની નજીક છે. વડોદરા શહેરમાં ૮૮-ગ્રામ્યમાં ૪૧ સાથે વધુ ૧૨૯, રાજકોટ શહેરમાં ૮૮-ગ્રામ્યમાં ૨૫ સાથે વધુ ૧૨૩, જામનગર શહેરમાં ૬૭-ગ્રામ્યમાં ૩૧ સાથે વધુ ૯૮ નવા કેસ સામે આવ્યા હતા. ગુજરાતના અન્ય જિલ્લાઓ કે જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં ૪૨ સાથે મહેસાણા, ૪૧ સાથે ગાંધીનગર, ૨૯ સાથે જુનાગઢ, ૨૩ સાથે પંચમહાલ, ૨૦ સાથે ભરૃચ-અમરેલીનો સમાવેશ થાય છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાંથી સૌથી વધુ ૪, સુરતમાંથી ૩, રાજકોટ-વડોદરામાંથી ૧-૧ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા. આ સાથે જ કુલ મરણાંક હવે અમદાવાદમાં ૧૮૪૯, સુરતમાં ૮૦૧, વડોદરામાં ૧૯૬, રાજકોટમાં ૧૪૯ જ્યારે ગાંધીનગરમાં ૮૨ છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૧૩ દર્દીઓ સાજા થયા છે. જેમાંથી સૌથી વધુ ૨૯૭ સુરત,૧૯૮ અમદાવાદ, ૧૬૬ રાજકોટ, ૮૩ વડોદરા, ૮૨ જામનગરમાંથી છે. અમદાવાદમાં ૩૮૯૨૬ કેસ સામે કુલ ૩૩૫૪૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. ગુજરાતમાં હાલ ૫,૯૨,૯૪૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૧૨૫૦ સાથે કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે ૫૦,૧૨,૭૦૫ છે. 

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો      ૧૧ ઓક્ટો.     કુલ કેસ

સુરત           ૨૬૧   ૩૨,૧૭૯

અમદાવાદ     ૧૮૯   ૩૮,૯૨૬

વડોદરા        ૧૨૯   ૧૩,૪૭૭

રાજકોટ        ૧૨૩   ૧૦,૭૮૨

જામનગર      ૯૮     ૭,૧૦૪

મહેસાણા        ૪૨     ૩,૧૯૬

ગાંધીનગર      ૪૧     ૪,૧૩૮

જુનાગઢ        ૨૯     ૩,૧૬૩

પાટણ          ૨૪     ૨,૧૧૪

પંચમહાલ      ૨૩     ૨,૫૪૮

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here