ગુજરાતમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકાશે? ગુજરાત સરકારના ગૃહ વિભાગે બોલાવી તાત્કાલિક તાબડતોડ બેઠક

    0
    1

    કોરોના કહેરમાં દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા ઉપર રાજસ્થાન અને ઓડિશાએ પ્રતિબંધ મૂક્યો છે. બીજી તરફ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે પણ દેશના કેટલાક રાજ્યોને હવામાં પ્રદૂષણ સંદર્ભે નોટીસો પાઠવી છે. અહીં, ગુજરાતમાં હજુ સુધી આવો કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતુ દિવાળી ગુજરાતી નૂતન વર્ષારંભે ફટાકડાના વેચાણ અને ઉપયોગને લઈને શુક્રવારે રાજ્ય સરકારના ગૃહ વિભાગે બેઠક બોલાવી છે.

    ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ સંજીવકુમારનો સંપર્ક કરતા તેમણે કહ્યું કે, NGTએ ગુજરાતને નોટિસ આપ્યાનું ધ્યાને નથી પરંતુ, 9મી નવેમ્બરે તેનું હિયરીંગ છે તે શું આવે છે તેને ધ્યાને લઈને નિર્ણય લેવામાં આવશે. આ તરફ ગૃહ વિભાગનો સંપર્ક કરતા ટોચના અધિકારીએ કહ્યું કે, ગુજરાતમાં હાલમાં ફટાકડાના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ નથી. ઉત્પાદન-વેચાણ સંગ્રહ અને ટ્રાન્સપોર્ટેશન માટે લાઈસન્સ અનિવાર્ય છે.

    કોવિડ 19ની મહામારીમાં ધુમાડો ફેફસાને અસરકર્તા હોઈ શકે છે તેવા તબીબી અહેવાલો તેમજ NGTમાં ચાલી રહેલી સુનાવણીની પ્રક્રિયા અને રાજસ્તાન-ઓડિશામાં પ્રતિબંધ એમ તમામ વિગતો ઉપર ચર્ચા કરવા આવતીકાલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષામાં એક બેઠક યોજનાર છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here