ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણીના નિર્ણય પર ઈમરાન ખાન વિરૂદ્ધ વિપક્ષનો મોરચો

0
48

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાના નિર્ણયને લઈને ત્યાં વિરોધ શરૂ થઈ ગયો છે. ઈમરાન ખાનનું કહેવુ છે કે ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવાથી ત્યાંના લોકોને તેમના બંધારણીય અધિકાર મળી જશે. જોકે આની પર વિપક્ષી દળ એકત્ર થઈને વિરોધ કરી રહ્યુ છે. 

પાકિસ્તાનમાં વિપક્ષી દળ પીએમએલ- નવાઝ, મુસ્લિમ કોન્ફરન્સ, પીપુલ્સ પાર્ટી ઑફ પાકિસ્તાન, જમાત-એ-ઈસ્લામી, આઝાદ કાશ્મીર પીપુલ્સ પાર્ટી અને બીજા રાજકીય દળોએ સ્પષ્ટ કર્યુ છે કે જો ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવામાં આવે તો આના પરિણામ સારા આવશે નહીં. 

વિપક્ષી દળોએ કહ્યુ કે આ બંને વિસ્તારને પાકિસ્તાનનું પ્રાંત બનાવવાથી જમ્મુ-કાશ્મીરના વિવાદિત ક્ષેત્ર માટે વિનાશકારી પરિણામ સાબિત થશે. ઈમરાન સરકારે પોતાના બહુમત સાબિત કરવા માટે બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે. આ મુદ્દે પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને આઈએસઆઈ પ્રમુખ લેફ્ટિનેંટ જનરલ ફૈઝ હમીદે છેલ્લા મહિને વિપક્ષના 15 વરિષ્ઠ નેતાઓની સાથે બેઠક કરી. 

આ બંને અધિકારીઓને વિપક્ષી દળોએ ઈમરાન ખાને નિર્ણય પર સમર્થન આપવાનું કહ્યુ, જોકે વિપક્ષી દળ પીએમએલ-નવાઝે પોતાના સભ્યોને સેનાના સભ્યો સાથે મળવા માટે ઈનકાર કરી દીધો છે. સ્વિટ્ઝરલેન્ડના જીનિવામાં યુનાઈટેડ કાશ્મીર પીપુલ્સ નેશનલ પાર્ટીના અધ્યક્ષ શોકત અલી કાશ્મીરીનું કહેવુ છે કે આવુ કરવા માટે ચીન પાકિસ્તાની સેના પર દબાણ બનાવી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here