ગાયત્રી મંત્રના અપમાન બદલ ગુજરાતી અભિનેતા વિરૂદ્ધ FIR, દારૂ સાથે જાપ કરતો વીડિયો વાયરલ

  0
  1

  નંદુરબારમાં હિન્દુ સેવા સમિતિના નરેન્દ્ર પાટીલે દારૂ સાથે ગાયત્રી મંત્ર(Gayatri Mantra) ના જાપ કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા બદલ ગુજરાતના હાસ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા(Sidhharth Randeriya) સહિત પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાતી નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા(Sidhharth Randeriya) નો કોમેડી શો ગજ્જુભાઇ ગોલમાલ (Gujjubhai Golmal) પ્રસારિત કરવામાં આવી રહ્યો છે. તેના ભાગો યુટ્યુબ (YouTube) પર પણ પ્રસારિત થાય છે. એક દ્રશ્યમાં, હિરોઇનને આંખો બંધ કરીને ગાયત્રી મંત્રનો જાપ કરતા બતાવવામાં આવ્યો છે.

  તે જ સમયે, એક્ટર સિદ્ધાર્થ રાંદેરિયા (Sidhharth Randeriya) તેની ખાતરી કરે છે કે તેની આંખો બંધ છે અને બોટલમાંથી દારૂ તેના આગળ તાંબાના વાસણમાં નાખે છે અને મંત્રનો જાપ કરીને મજાક ઉડાવે છે. મંત્રો વિશે ઘણાં જોક્સ કરે છે. હકીકતમાં, ગાયત્રી મંત્રએ એક વેદ મંત્ર છે અને દરેક ધાર્મિક વિધિમાં તેનો પાઠ કરવામાં આવે છે. વિકૃતિ દ્વારા હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી હતી. તેથી તાત્કાલિક કેસ નોંધવો જોઈએ અને તેઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને કડક સજા થવી જોઈએ.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here