ગાંધીનગરના ગિયોડ ખાતે મેચ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમનો વિજય સરઘસનો વીડિયો વાયરલ, જિલ્લા પોલીસ વડાએ તપાસના આદેશ આપ્યા

0
88
  • DySPએ સ્થાનિક પોલીસ પાસે સમગ્ર ઘટનાની વિગતવાર વિગતો મંગાવી

કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમ છતાંય લોકો ખૌફ સામે બેખૌફ થઈને ફરી રહ્યાં છે. રાજ્યમાં એક તરફ નેતાઓને વિજય સરઘસ કાઢવાનો ચસ્કો ચડ્યો છે. બીજી બાજુ જનતા પણ નેતાઓના રવાડે ચડીને ભાન ભુલી રહી છે. ગાંધીનગરના ગિયોડ ખાતે મેચ ટુર્નામેન્ટમાં વિજેતા ટીમે વિજય સરઘસ કાઢ્યું હતું. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોને લઈ જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. અને તુરંત જ ડિવીઝન DySPને તપાસ રિપોર્ટ સોંપવાના આદેશ કર્યા છે એટલું જ નહીં પણ DySPએ સ્થાનિક પોલીસ પાસે આ અંગેની વિગતો મંગાવી છે.

અગાઉ રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડ્યા હતાં

જનતા પણ નેતાઓના રવાડે ચઢી
કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાડ્યા હતાં. તે ઉપરાંત ચૂંટણીની જીતની ખુશીમાં વિજય સરઘસો કાઢ્યાં હતાં. તાજેતરમાં તાપીમાં પણ પૂર્વ મંત્રી કાંતિ ગામિતને ત્યાં યોજાયેલા પ્રસંગમાં પણ લોકોની મોટી ભીડ ઉમટતાં તેમની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ભાજપના ધારાસભ્ય આત્મારામ પરમાર, રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભ પટેલ સહિતના નેતાઓએ કોરોના કાળમાં ભીડ ભેગી કરતાં નિયમો ભૂલાયાં હતાં. ગાયક ગીતા રબારી, કિંઝલ દવે અને ભાજપના ધારાસભ્યો તેમજ નેતાઓ પણ જાહેરમાં ભીડ એકઠી કરીને કોરોનાની મહામારીમાં બેદરકારી દાખવી ચૂક્યા છે.hhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here