ગર્વ:ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા માટે સ્પેશિયલ નોટ લખી, અક્ષય કુમારે કહ્યું, ‘મા પર ગર્વ છે, આનાથી વધુ ખુશ ના હોઈ શકું’

0
76


ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ટેનેટ’ ભારતમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા છે. ડિમ્પલ કાપડિયાના જમાઈ અક્ષય કુમારે સોશિયલ મીડિયામાં સાસુમાની તસવીર શૅર કરી હતી. આ સાથે જ ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ માટે લખેલી સ્પેશિયલ નોટ પણ શૅર કરી હતી.

શું પોસ્ટ કરી?
અક્ષય કુમારે કહ્યું હતું, ‘જમાઈ તરીકે આ ક્ષણે મને ગર્વ થઈ રહ્યો છે. ક્રિસ્ટોફર નોલને ડિમ્પલ કાપડિયા અંગે સ્પેશિયલ નોટ લખી છે. જો હું તેમના સ્થાને હોત તો હું ક્યારેય આગળ ના વધી શક્યો હોત પરંતુ ‘ટેનેટ’માં તેમનો જાદુ જોઈને ઘણો જ ગર્વ અનુભવું છુ.

ક્રિસ્ટોફર નોલને શું કહ્યું?
ક્રિસ્ટોફરે પોતાની સ્પેશિયલ નોટમાં કહ્યું હતું, ‘ડિમ્પલ, ઘણો જ પ્રેમ, આદર. ડિમ્પલ, હું શું કહું? તમારી સાથે કામ કરીને ઘણો જ આનંદ થયો. તમે જે પ્રિયાનું પાત્ર ભજવ્યું અને તેને દુનિયા સમક્ષ લાવ્યા તે ઘણું જ અદભૂત રહ્યું. તમે તમારી મહાન કુશળતા તથા મહેનત ‘ટેનેટ’ને આપી તે માટે ઘણો જ આભાર. શુભેચ્છા.’

ઉલ્લેખનીય છે કે ‘ટેનેટ’ ચાર ડિસેમ્બના રોજ ભારતમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયાએ પ્રિયાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈ સહિત દુનિયાના સાત દેશોમાં કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here