ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે જોવા મળશે અયોધ્યા રામમંદિરની ઝાંખી

    0
    1

    દિલ્હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં આ વખતે અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની ઝાંખી જોવા મળશે. તેનો પ્રસ્તાવ ઉત્તરપ્રદેશની યોગી સરકારે મોકલ્યો હતો જે કેન્દ્ર સરકારે મંજુર કરી લીધો છે. પહેલીવાર ઉત્તરપ્રદેશથી રામમંદિર સાથે જોડાયેલી ઝાંખી રજૂ થશે. તેમાં ભગવાન રામ સાથે જોડાયેલી ઘણી કથાઓ દેખાડવામાં આવશે.

    ઉલ્લેખનિય છે કે, 26મી જાન્યુઆરીની પરેડમાં જુદાં-જુદાં રાજ્યોની ઝાંખીઓ દેખાડવામાં આવે છે. આ વખતે ઉત્તરપ્રદેશથી રામ મંદિર મોડલ રજૂ કરવામાં આવશે, લાકડા અને ફાઈબરથી તેને તૈયાર કરવામાં આવશે. ઝાંખીમાં ભગવાન રામ સાથે જોડાયેલી કથાઓ રજુ કરવાની યોજના છે.

    જેમાં તે પ્રસંગોની પસંદગી કરવામાં આવી છે જેનાથી સામાજીક સદ્ભાવનો મેસેજ મેળે. જેમ કે રામ કેવટ સંવાદ. જ્યારે ભગવાન રામ વનવાસ માટે નિકળ્યા હતા ત્યારે પ્રયાગરાજ પાસે મલ્લાહે તેને ગંગા પાર કરાવી હતી પરંતુ હોડીમાં બેસતા પહેલા નિષાદરાજે રામના પગ ધોયા હતા. આવી જ રીતે શબરીની વાત પણ આ ઝાંખીમાં જોવા મળશે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here