ખેડૂત આંદોલન વચ્ચે ટ્રેકટરના વેચાણમાં નવે.માં 48 ટકા વધારો

0
45

 સારા ચોમાસાને પગલે ઊંચા ખરીફ પાકથી ગ્રામ્ય સ્તરે કેશ ફલો વધતા વેચાણ વૃદ્ધિને ટેકો

દેશમાં ખેૂડત આંદોલન વચ્ચે પણ ટ્રેકટરના વેચાણમાં નવેમ્બરમાં ૪૮.૩૪ ટકા વધારો જોવા મળ્યો છે. ૨૦૧૯ના નવેમ્બરમાં ૬૦૩૫૨ની સામે વર્તમાન વર્ષના નવેમ્બરમાં ટ્રેકટરનો વેચાણ આંક ૮૯૫૩૦ એકમ રહ્યો હોવાનું પ્રાપ્ત આંકડા જણાવે છે. 

ટ્રેકટર એન્ડ મિકેનાઈઝેશન એસોસિએશનના આંકડા પ્રમાણે, ટ્રેકટરના વેચાણમાં વાર્ષિક ધોરણે વધારો થયો છે પણ માસિક ધોરણે તેમાં ૪૭ ટકા ઘટાડો નોંધાયો છે. વર્તમાન વર્ષના ઓગસ્ટને બાદ કરતા એપ્રિલથી ટ્રેકટરના વેચાણમાં માસિક ધોરણે વધારો જોવા મળ્યો હતો.

વર્તમાન વર્ષના ધનતેરસ તથા દિવાળીમાં રિટેલ સેલ્સ જોરદાર રહ્યું હતું. ઊંચા ખરીફ પાક તથા ટેકાના ભાવે ખરીદી પૂરજોશમાં ચાલી રહી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોનું માનસ સુધારા તરફી છે એમ એસોસિએશનના સુત્રોએ જણાવ્યું હતું.

ટેકાના ભાવે ખરીદીની કામગીરી તથા ઊંચા ભાવને પરિણામે કેશ ફલોઝ મજબૂત જોવાઈ રહ્યો છે. આ ઉપરાંત ધિરાણ દર પણ હાલમાં નીચા ચાલી રહ્યા હોવાથી ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે. 

ઊંચી માગને કારણે ડીલરો પાસે તથા ડેપો ખાતે ટ્રેકટરનો સ્ટોકસ ઘણો નીચો જોવા મળી રહ્યો છે. રવી મોસમ માટે સ્થિતિ સાનુકૂળ રહેતા વાવેતર વિસ્તાર પણ ઊંચો રહ્યો છે. 

ભારત ખાતેથી ટ્રેકટર્સની નિકાસમાં પણ નવેમ્બરમાં વધારો જોવા મળ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. કોરોના વચ્ચે પણ વર્તમાન વર્ષમાં ખેડૂતોએ ખરીફ વાવેતર વધુ કર્યું હતું. ચોમાસામાં સારા વરસાદને કારણે ખરીફ પાક વર્તમાન વર્ષમાં વિક્રમી ઊતરવાનો અંદાજ મુકાઈ રહ્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here