ખેડૂતો સાથે વાતચીત પહેલાં વડા પ્રધાન મોદીએ પ્રધાન મંડળની બેઠક બોલાવી

0
55

 અમિત શાહ, રાજનાથ સિઁઘ વગેરે પહોંચ્યા

– આજે ખેડૂત આંદોલન અંગે મહત્ત્વનો નિર્ણય લેવાય એવી શક્યતા

પાટનગર નવી દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન પાંચમા દોરની વાટાઘાટો શરૂ કરવા અગાઉ આ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રધાન મંડળની એક બેઠક બોલાવી હતી.

આ લખાઇ રહ્યું હતું ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને અન્ય લોકો વડા પ્રધાન સાથે બેઠક શરૂ થવાની તૈયારી હતી. ખેતીવાડી પ્રધાન નરેન્દ્ર સિંઘ તોમર અને પિયૂષ ગોયલ પણ આ મંત્રણામાં હાજર હતા.

દરમિયાન. કિસાન મહાપંચાયતના નેતા રામપાલ જાટે કહ્યું હતું કે સરકારે ત્રણે ત્રણ કાયદા પાછા ખેંચવા પડશે અને મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી) અંગે અમને લેખિત આપવું પડશે. એથી ઓછું કશું અમને ખપતું નથી.

બીજી બાજુ કેટલાક ખેડૂત સંઘોએ આજે નરેન્દ્ર મોદીનું પુતળું બાળવાની જાહેરાત કરી હતી. એના પગલે થોડું ટેન્શન વધ્યું હતું. એક કિસાન નેતાએ એવી પણ ધમકી આપી હતી કે સરકાર સાથેની મંત્રણાનો કોઇ ઉકેલ નહીં આવે તો અમે સંસદ ભવનને ઘેરો ઘાલવાના છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here