ખેડૂતોના ભારત બંધ પર કંગનાનો વાર, કહ્યું- દેશભક્તોને કહો પોતાના માટે દેશનો એક ટુકડો તમે પણ માગી લો

0
53

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ નિયમ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ આજે (8 ડિસેમ્બરે) ભારત બંધ કર્યું છે. આને લઈને એક્ટ્રેસ કંગના રનૌતે પોતાની વાત રજૂ કરી આડે હાથ લીધા છે. તેણે સોશિયલ મીડિયા યુઝરના તે વીડિયોને રી-પોસ્ટ કર્યો છે, જેમાં સદગુરુ જગ્ગી વાસુદેવ વિરોધ પ્રદર્શન વિશે વાત કરી રહ્યા છે. એક્ટ્રેસે કેપ્શનમાં એક કવિતા લખી છે, જેમાં તે કરન્ટ સ્થિતિને જોઈને દેશભક્તોને પણ પોતાના દેશનો એક ટુકડો માગી લેવાની સલાહ આપી રહી છે.

આ છે કંગના રનૌતની પોસ્ટ

વીડિયોમાં સદગુરુએ શું કહ્યું
વીડિયોમાં સદગુરુ જણાવે છે કે પ્રદર્શન ઘણી ગંભીર સમસ્યા બની ગઈ છે. તેમના મુજબ, જ્યારે તમે દેશ માટે કંઈક કરવા ઈચ્છો છો તો લોકો તમને અટકાવવાની ટ્રાય કરે છે. તેમણે કહ્યું કે બંધ, હડતાલ, સત્યાગ્રહ આઝાદી પહેલાં થયેલ ગતિવિધીઓથી આવ્યા છે, જે મહાત્મા ગાંધીએ અંગ્રેજો વિરુદ્ધ કરી હતી.

સદગુરુ વીડિયોમાં કહી રહ્યા છે કે જો કોઈ રાજનેતા બનવા ઈચ્છે છે તો તેને રોડ કે ડેમ બનાવવાની જરૂર નથી. તેને બસ 100 પ્રશંસકો સાથે હાઇવે બ્લોક કરવાનો હોય છે. બીજાની લાઈફમાં નાકમાં દમ કરી દેવાનો હોય છે. ટ્રેન અટકાવીને, રોડ બંધ કરીને, વીજળી કટ કરીને અને પાણીની સપ્લાય બંધ કરીને લોકો નેતા બની જાય છે.

કંગના સતત વિરોધ કરી રહી છે
કંગના રનૌત શરૂઆતથી જ ખેડૂત આંદોલનનો વિરોધ કરી રહી છે અને સરકારના સપોર્ટમાં છે. આ દરમ્યાન તેણે એક વિવાદ પણ ઊભો કર્યો હતો જેને કારણે તેની ઘણી નિંદા હજુ પણ થઇ રહી છે.

વાત એમ હતી કે કંગનાએ 80 વર્ષીય ખેડૂત પ્રદર્શનકારી મોહિન્દર કૌરને નામ લીધા વગર શાહીન બાગ પ્રોટેસ્ટમાં સામેલ થયેલા બિલકિસ બાનો કહી દીધા હતા અને કહ્યું હતું કે તે 100 રૂપિયામાં હાજર છે. જોકે, જ્યારે એનો દાવો નકલી સાબિત થયો ત્યારે તેને ચારે બાજુથી ઘેરવામાં આવી તો તેણે તેની પોસ્ટ ડીલીટ કરી દીધી.

એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીથી પણ મિકા સિંહ, દિલજિત દોસાંજ, ગિપ્પી ગ્રેવાલ, જસબીર જસ્સી અને સ્વરા ભાસ્કર સહિત અનેક સેલેબ્સ કંગનાને નિશાને લઇ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here