ખુશખબરઃ અત્યાર સુધીના સૌથી ઓછી કિંમતે મળી રહ્યો છે iphone-11, આ ટીઝરથી થયું કન્ફર્મ

0
182

એમેઝોનની ધી ગ્રેટ ઇન્ડિયન સેલ 16 ઓક્ટોબરના રોજ લોન્ચ થવાની તૈયારીમાં છે. આ સેલમાં ગ્રાહકો એપલનો આઈફોન 11 ખૂબ સસ્તામાં ખરીદી શકે છે. એમેઝોન ઇન્ડિયા એપ્લિકેશનના ટીઝરે પુષ્ટિ આપી છે કે તહેવારની સીઝનમાં આઈફોન 11 ની કિંમતમાં ઘટાડો થશે. તેની કિંમત રૂ. 50,000થી પણ ઓછી હશે. બેનર પર ફોનની કિંમતની બાબતમાં તો જણાવ્યું નથી પરંતુ એટલું જરૂર કર્યું છે કે એપલનો સૌથી પાવરફૂલ આઈફોન અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં, બેનરમાં iphone-11- 64GB વેરિયંટ રૂપિયા 49,999માં ખરીદી શકાય છે.

64 જીબી ફોન 50,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાશે

આનાથી હિંટ – સંકેત મળી જાય છે કે 64 જીબી ફોન 50,000 રૂપિયાથી ઓછામાં ખરીદી શકાશે. ભારતમાં આઇફોન 11 ની કિંમત હાલમાં 68,300 રૂપિયા છે. તેથી જે ગ્રાહકો એમેઝોનના ધ ગ્રેટ ઇન્ડિયન સેલમાં આ આઇફોન 11 ખરીદે છે તેમને ઘણો ફાયદો થશે. તે જ સમયે,એ પણ શક્ય છે કે ફોન પર એડિશનલ ડેબિટ અને કોઈ કાર્ડ પર કેશબેક / ઇન્સ્ટન્ટ ઓફર પણ આપી શકાય છે.

એપલ આઇફોન 11 માં આ છે ફેસિલિટી

એપલ આઇફોન 11 માં 6.1 ઇંચની લિક્વિડ રેટિના એલસીડી પેનલ છે. તે ડોલ્બી એટમોસ સાથે સ્પેશ્યલ ઓડિઓને સપોર્ટ કરે છે. તે એપલની A13 બિયોનિક ચિપ દ્વારા સંચાલિત છે, જે કોઈપણ સ્માર્ટફોન પર સૌથી ઝડપી પ્રોસેસર છે. એપલે સત્તાવાર રીતે આઇફોન 11 ની રેમ અને બેટરી વિગતો જાહેર કરી નથી, પરંતુ અહેવાલો અનુસાર, તેમાં 4 જીબી રેમ અને 3,190 mAh બેટરી છે. કેમેરાની વાત કરીએ તો તેના યુનિટમાં બે 12 મેગાપિક્સલનાં કેમેરા વાઇડ અને અલ્ટ્રા વાઇડ શોટ લેવામાં સક્ષમ છે. સેલ્ફી માટે, આ આઇફોનમાં 12 મેગાપિક્સલનો ટ્રુ ડેપ્થ ફ્રન્ટ કેમેરો ફેસ આઈડી સાથે આપવામાં આવેલો છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here