ખુલાસો / ભારતમાં આ 8 ટકા પોઝિટિવ લોકોએ 60 ટકા લોકોમાં આ રીતે કોરોના ફેલાવ્યો, કારણ જાણી ઊંઘ ઉડી જશે

0
140

ભારતમાં કોરોના સંક્રમણ ફેલાવવા પાછળ સુપર સ્પ્રેડરો છે. એક અભ્યાસમાં આ તારણ સામે આવ્યું છે. 8 ટકા સંક્રમિતો 60 ટકા નવા સંક્રમણનું કારણ બન્યા છે. આ સ્થિતિને જોઈને સંશોધનકર્તાઓની અને સરકારની ચિંતામાં વધારો થયો છે.

  • ભારતમાં કોરોનાનું સંક્રમણ સુપર સ્પ્રેડર્સના કારણે ફેલાયું
  • દેશમાં થયેલા કોન્ટેક્ટ ટ્રેસિંગ સ્ટડીમાં સામે આવ્યા તારણ
  • આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 5.75 લોકો પર કર્યો સર્વે
  • પોઝિટિવ લોકોથી 60 ટકા દર્દી સુધી ફેલાયો કોરોના

આ અભ્યાસ આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં કરવામાં આવ્યો. જેમાં 5.75 લાખ લોકો સામેલ હતા. આ લોકોમાંથી 84 હજાર 965 કન્ફર્મ કેસ હતા. સુપર સ્પ્રેડર્સના સંપર્કમાં આવવાથી મોટી સખ્યામાં લોકો સંક્રમિત થયા છે.

અભ્યાસ બાદ મળેલી માહિતી મુજબ 70 ટકા સંક્રમિતોએ અન્ય કોઈને સંક્રમિત કર્યા નથી. જ્યારે 8 ટકા સંક્રમિતો 60 ટકા નવા સંક્રમણનું કારણ બન્યા છે. અભ્યાસમાં તારણ સામે આવ્યું કે જે લોકોએ જીવ ગુમાવ્યા તેમાંથી 63 ટકા લોકો પહેલાથી અન્ય કોઈ બીમારીથી ગ્રસ્ત હતા. જ્યારે 36 ટકા લોકોને પહેલાથી બે કે વધુ ગંભીર બીમારી હતી. જ્યારે 46 ટકા લોકોને ડાયાબિટીસ હતો.


ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાની વધતી ગતિ યથાવત છે.  એક દિવસમાં 81 હજાર 693 કેસ નોંધાયા છે.  ભારતમાં કોરોનાથી એક દિવસમાં 78 હજાર 646 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે  એક દિવસમાં કોરોનાથી 1 હજાર 96 લોકોના મૃત્યુ થયા છે. અહીં એક્ટીવ કેસ 9 લાખ 42 હજાર 585 છે. જ્યારે દેશમાં કોરોનાના કુલ કેસ 63 લાખ 91 હજાર 960 છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુ 99 હજાર 804 થયા છે. અત્યાર સુધીમાં 53 લાખ 48 હજાર 653 લોકો સ્વસ્થ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here