ખાદિમ હુસૈન રીઝવીને ઇમરાને મરાવી નાખ્યા, ઇમરાન માટે આ મૌલાના સિરદર્દ બની રહ્યા હતા

0
52

ગુરૂવારે રાત્રે અવસાન પામેલા પાકિસ્તાનના વિવાદાસ્પદ મૌલાના ખાદિમ હુસૈન રીઝવીને વડા પ્રધાન ઇમરાન ખાને મરાવી નાખ્યા હોવાની વાતો પાકિસ્તાનમાં વહેતી થઇ હતી.

આ માણસને મરાવવા માટે ઇમરાન ખાને આઇએસઆઇની મદદ લીધી હતી એવી વાતો પણ પોલિટિકલ સર્કલ્સમાં વહેતી થઇ હતી. આ ધર્મગુરૂ ઇમરાન ખાન માટે માથાના દુઃખાવા જેવો થઇ પડ્યો હતો એમ કહેવાય છે. એ સતત ઇમરાન મૂંઝવણમાં મૂકાય એવાં વિધાનો કરતો હતો. 

છેલ્લા થોડા સમયથી સતત ઇમરાન ખાન વિરોધી રેલીઓ અને સભાઓ યોજતા મૌલાનાએ તહરિક-એ-લબ્બૈક નામના આતંકવાદી જૂથની પણ સ્થાપના કરી હતી. તાજેતરની ફ્રાન્સની ઘટનાઓ અંગે આ આતંકવાદી જૂથેજ પાકિસ્તાનને મૂંઝવણભરી પરિસ્થિતિમાં મૂકી દીધું હતું. મૌલાના દ્વારા યોજાતી સભા-રેલીઓમાં લાખો લોકો ઉમટી પડતા હતા અને ત્યાં ઇમરાન ખાન અને પાકિસ્તાની લશ્કર વિરોધી નારેબાજી થતી રહી હતી. એટલે ઇમરાન ખાન અને લશ્કર બંને ટેન્શનમાં આવી ગયા હતા.

હવે છડેચોક એવી વાતો કરાય છે કે ઇમરાન ખાને આઇએસઆઇની મદદથી મૌલાના ખાદિમ હુસૈન રીઝવીને મરાવી નાખ્યા હતા. જો કે દેખાવ ખાતર ઇમરાન ખાને રીઝવીના પરિવારને શોકસંદેશો મોકલ્યો હતો. પરંતુ રીઝવીના ટેકેદારો ખુલ્લેઆમ કહી રહ્યા હતા કે મૌલાનાના અકાળ મરણ માટે ઇમરાન ખાનની સરકાર જવાબદાર હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here