ક્ષિરાજ એ અત્યાર સુધીમાં 1000થી વધુ પુસ્તકો વાંચી ચુક્યો છે.

0
78

સુરતના રહેવાસી આ છોકરાનું નામ ક્ષિરાજ દિનેશભાઇ ઠુમર છે. ક્ષિરાજ માત્ર 13 વર્ષની ઉંમરનો 8માં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છે પણ એના વિચારો અને ક્ષમતાઓ ગ્રેજ્યુએટને પણ પાછા પાડી દે એવા છે.

ક્ષિરાજ 4 વર્ષનો હતો ત્યારથી જ વાંચતા શીખી ગયો હતો. વાંચનનો એવો ચસ્કો કે અત્યાર સુધીમાં 1000થી વધુ પુસ્તકો વાંચી ચુક્યો છે. રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોનું વાંચન કરીને તેના પાત્રોને ઊંડાણપૂર્વક સમજે છે. પોતાના વિચારો વ્યક્ત કરવા માટે એ બ્લોગ પણ લખે છે.

લોકડાઉનના કારણે આખું જગત ચિંતામાં ડૂબેલું હતું ત્યારે ક્ષિરાજ એમ કહેતો હતો કે દરેક સમસ્યા પોતાની સાથે તક પણ લાવે છે. જો આપણે એ તકને ઓળખી શકીએ અને ઝડપી શકીએ તો સમસ્યા આપણા માટે આશિર્વાદ બની જાય.

લોકડાઉનમાં ક્ષિરાજની ઉંમરના બાળકો વીડિયો ગેમમાં ડૂબેલા હતા ત્યારે આ છોકરાએ મિશિગન, યેલ, ડ્યુક, કોલોરાડો, એડનબર્ગ જેવી વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીમાંથી 15 જેટલા સર્ટિફિકેટ કોર્સ પૂર્ણ કર્યા. ક્ષિરાજ એટલો ફાસ્ટ લર્નર છે કે 5-6 અઠવાડિયાના કોર્સ માત્ર 5-6 દિવસમાં પુરા કરી લે. આ 15 કોર્સ પૈકી કેટલાક કોર્સ તો એવા છે જે ગ્રેજ્યુએશન કે પોસ્ટગ્રેજ્યુએશન લેવલના છે જે આ 13 વર્ષના છોકરાએ નિર્ધારિત સમય કરતાં પણ ઓછા સમયમાં પુરા કર્યા છે. ઓનલાઇન જાપાનીઝ ભાષા શીખ્યો. સંસ્કૃત ભાષા એને ખૂબ ગમે એટલે લોકડાઉન દરમ્યાન સંસ્કૃત પણ શીખ્યો.

ક્ષિરાજ કમ્પ્યુટર કોર્ડિંગ પણ શીખ્યો છે. હવે એની એવી ઈચ્છા છે કે બાળકો માટે એક એવી ગેઇમ તૈયાર કરવી છે કે ગેમની મજા સાથે બાળકો સંસ્કૃત ભાષા શીખી શકે અને રમતા રમતા સંસ્કૃત જેવી પ્રાચીન ભાષાના વૈભવને જાણી અને માણી શકે.

છે ને અનોખો ગુજરાતી !!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here