ક્રૂડ પામતેલમાં ૨,૪૨,૩૦૦ ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર

0
140

કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સ્ચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સ્ચેન્જ (એમસીએક્સ) પર ૨૫ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદા અને બુલિયન ઇન્ડેક્સ બુલડેક્સ ફ્યૂચર્સમાં ૩૦,૬૫,૦૩૩ સોદાઓમાં કુલ રૂ.૧,૭૧,૩૦૬.૩૧ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જ્યારે ઓપ્શન્સ ઇન ગુડ્સના ગોલ્ડ-મિની ઓપ્શન્સમાં કુલ રૂ.૧૭૯.૫૮ કરોડ અને ઓપ્શન્સ ઓન ફ્યૂચર્સમાં રૂ.૧,૯૭૦.૬૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

દરમિયાન કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૫,૨૨૦ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૧૫,૫૭૯ અને નીચામાં ૧૫,૦૦૦ના મથાળે અથડાઈ, ૫૭૯ પોઇન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૨૩૧ પોઇન્ટ (૧.૫૨ ટકા)ની વૃદ્ધિ સાથે ૧૫,૪૭૧ના સ્તરે બંધ થયો હતો. બુલડેક્સ ફ્યૂચર્સમાં ૧૪,૦૫૭ સોદાઓમાં કુલ રૂ.૧,૧૯૧.૩૭ કરોડનાં ૧૫,૫૫૯ લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઇન્ટરેસ્ટ ૩૨૧ લોટ્સના સ્તરે રહ્યો હતો.

સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૯,૭૯૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૫૦,૬૯૦ અને નીચામાં રૂ.૪૯,૨૫૨ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ. ૬૧૯ (૧.૨૪ ટકા) વધી રૂ.૫૦,૫૭૦ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૪૦,૨૧૭ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૫૫  (૧.૩૮ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ. ૪૦,૭૯૧ થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર વાયદો ૧ ગ્રામદીઠ રૂ.૫,૦૬૬ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫૪ (૧.૦૬ ટકા) વધી બંધમાં રૂ.૫,૧૨૯ના ભાવ થયા હતા. સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૯,૯૯૬ ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂ. ૫૦,૭૬૦ અને નીચામાં રૂ. ૪૯,૪૧૦ સુધી જઈ સપ્તાહના અંતે રૂ. ૬૦૧ (૧.૨૦ ટકા)ના ભાવવધારા સાથે બંધમાં રૂ. ૫૦,૬૫૯ના ભાવ થયા હતા.  ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૫૯,૩૨૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ. ૬૨,૫૯૮ અને નીચામાં રૂ.૫૭,૫૫૦ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૧,૫૧૬ (૨.૫૪ ટકા) વધી રૂ. ૬૧,૧૪૫ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૯,૫૮૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૬૫ (૨.૬૩ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ. ૬૧,૧૫૬ના સ્તરે બંધ થયો હતો, જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો કિલોદીઠ રૂ.૫૯,૩૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧,૫૫૨ (૨.૬૦ ટકા) વધી બંધમાં રૂ. ૬૧,૧૩૯ના ભાવ થયા હતા. બિનલોહ ધાતુઓમાં તાંબુ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૫૧૭.૯૫ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૨૦.૧૫ (૩.૮૯ ટકા) ઘટી રૂ. ૪૯૭.૫૦ બંધ થયો હતો, જ્યારે નિકલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧,૦૬૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૧.૯૦ (૧.૧૨ ટકા) ઘટી બંધમાં રૂ.૧,૦૪૭.૬૦ના ભાવ થયા હતા. એલ્યુમિનિયમનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૧૪૨.૮૦ ખૂલી, સપ્તાહના અંતે ૨૫ પૈસા (૦.૧૮ ટકા) ઘટી રૂ.૧૪૨.૩૫ના સ્તરે રહ્યો હતો. સીસું ઓક્ટોબર વાયદો રૂ.૧૪૬.૭૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩.૬૦ (૨.૪૫ ટકા) ઘટી રૂ.૧૪૩.૩૫ અને જસતનો ઓક્ટોબર વાયદો રૂ.૧૮૯.૫૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૫.૭૫ (૩.૦૩ ટકા) ઘટી રૂ.૧૮૩.૯૫ના સ્તરે બંધ થયો હતો.   એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ ઓઇલનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૨,૯૯૨ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૩,૦૦૯ અને નીચામાં રૂ.૨,૭૫૮ બોલાઈ સપ્તાહના અંતે રૂ.૧૩૬ (૪.૫૭ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૨,૮૩૭ના ભાવ થયા હતા. નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૨૧૧ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૩૦.૬૦ (૧૪.૩૫ ટકા) ઘટી રૂ.૧૮૨.૬૦ થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૦૨૫ ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧,૦૪૨.૫૦ અને નીચામાં રૂ.૧,૦૨૩ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૮(૧.૭૬ ટકા) વધી રૂ.૧,૦૪૧.૫૦ના સ્તરે બંધ થયો હતો. રૂ (કોટન)નો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૧૮,૦૭૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.૧૮,૨૫૦ સુધી અને નીચામાં રૂ.૧૭,૮૮૦ સુધી જઈ, સપ્તાહના અંતે રૂ.૧૮૦ (૧ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૧૮,૨૪૦ના સ્તરે બંધ થયો હતો.  ક્રૂડ પામતેલ (સીપીઓ)નો ઓક્ટોબર વાયદો ૧૦ કિલોદીઠ રૂ. ૭૪૭.૪૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૫.૪૦ (૨.૦૭ ટકા) વધી રૂ. ૭૫૭.૮૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે એલચીનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૫૧ (૩.૪૦ ટકા) વધી બંધમાં રૂ.૧,૫૫૧ના ભાવ થયા હતા. આ સામે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ. ૯૩૭.૧૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ. ૮.૫૦ (૦.૯૧ ટકા) વધી રૂ. ૯૪૭ના ભાવે બંધ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here