ક્રિપ્ટો કરન્સી ૧૯,૮૬૦ ડોલર્સે પહોંચી ૨૦૨૦ની કિંમતમાં ૧૭૫ ટકાનો વધારો

0
91

સોમવારે બિટકોઇનની માંગ ઊછળતાં કિંમત નવ ટકા ઊછળીને ૧૯,૮૬૦ ડોલર્સ થઇ ગઈ હતી. નોંધનીય છે કે ૨૦૨૦માં કિંમતમાં આ ચલણમાં ૧૭૫ ટકાનો વધારો નોંધાઇ ચૂક્યો છે. ૨૦૨૦માં ક્રિપ્ટો કરન્સીમાં વ્યક્તિગત રોકાણકારો અને એસેટ મેનેજર્સની ખરીદીમાં સતત વધારો થઇ રહ્યો છે જેની અસરરૂપે અગ્રણી ક્રિપ્ટો કરન્સી બિટકોઇનની કિંમતમાં જોરદાર વધારો થઇ રહ્યો છે. ડિસેમ્બર ૨૦૧૭માં બિટકોઇનના દરેક એકમદીઠ કિંમત ૧૯,૮૭૩ ડોલર સુધી પહોંચી હતી.

બિટકોઇન માટે ૨૦૨૦ જોરદાર વૃદ્ધિકારક સાબિત થયું છે. ૨૦૨૦માં શરૂઆતમાં તીવ્ર ઘટાડા બાદ જોરદાર માંગ વચ્ચે એકમદીઠ કિંમતમાં ૧૭૫ ટકાનો વધારો નોંધાયો છે. માર્ચ મહિનામાં વૈશ્વિક સ્તર પર કોવિડ-૧૯ના રોગચાળા પાછળ બિટકોઇનની કિંમત એકમદીઠ ૪૦૦૦ ડોલરની નીચે જતી રહી હતી. જો કે પછી ડોલર નબળો પડતાં બિટકોઇનમાં તેજીનો પુનઃસંચાર થયો હતો અને સતત વધારો નોંધાયો હતો.

અમેરિકાના બ્રોકરેજ અને ટ્રેડિંગ સાથે સંકફળાયેલા નિષ્ણાતો કહે છે કે બિટકોઇનમાં જે તેજી આવી છે તે ભવિષ્યનાં અનુમાનોના આધારે નથી આવી પરંતુ સ્માર્ટ અને ઈન્સ્ટિટયૂશનલ નાણાના જોર પર આવી છે. તેમણે જણાવ્યું હતું કે હાલમાં મોટી સંખ્યામાં વ્યક્તિગત રોકાણકારો અને એસેટ મેનેજર્સ બિટકોઇનની ખરીદી કરી રહ્યા છે. હાલમાં લગભગ ૩૬૫ અબજ ડોલર્સની બિટકોઇન સરક્યુલેશનમાં છે. નિષ્ણાતો માને છે કે સેફ હેવન તરીકે એક દિવસ બિટકોઇન સોનાનું સ્થાન લઇ શકે છે, બિટકોઇનમાં તેજી છે તેની પાછળ આને પણ એક કારણ ગણવામાં આવે છે.

જો તમે ૧૧ વર્ષ અગાઉ બિટકોઇનમાં ફક્ત ૧૦૦ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજ તમે ૪૦,૬૬,૨૭,૫૪૨ કરોડ રૂપિયાના માલિક હોત. ૨૦૦૯માં બિટકોઇનમાં કરવામાં આવેલ રોકાણ લગભગ સાડા સાત લાખ ગણું થઇ ગયું છે. ૨૦૦૯માં જ્યારે આ કરન્સી ચલણમાં પ્રવેશી ત્યારે તેની કિંમત લગભગ ૩૬ પૈસા બરાબર હતી એટલે ૧૦૦ રૂપિયામાં ૨૭૮ બિટકોઇન મળ્યા હોત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here