ક્રાઇમ:આણંદની મહિલા પાસેથી ~1.15 લાખ પડાવનાર કિશન રાજપૂતની ધરપકડ

0
56
  • બ્યૂરો ચીફ બનાવવા અને ફસાયેલા નાણા પરત અપાવવાનું કહી નાણા પડાવ્યા
  • સાપ્તાહિક અખબારના તંત્રી સામે મહિલાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી

આણંદની મહિલાને આણંદ જિલ્લાની બ્યૂરો ચીફ બનાવવાની તથા આણંદમાં ફસાયેલા પૈસા પરત અપાવવાની લાલચ આપી 1.15 લાખ પડાવનાર સત્યના શિખરે નામના સાપ્તાહિક ન્યૂઝપેપરના તંત્રી કિશન ભોળાભાઈ રાજપૂતની પોલીસે અટકાયત કરી હતી.

આણંદની મહિલા હેમાબેન હરીશભાઇ નરસંધાણીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ડિલક્સ ચાર રસ્તા અર્પણ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા કિશન ભોળાભાઈ રાજપૂત (રહે. આદર્શ નગર, નિઝામપુરા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, તેમની સોસાયટીના મિલન માછી, વિકી રબારીએ તબેલો કરવા 10 લાખ તથા અમિત ભોઇએ મકાન બનાવવા તેમની પાસેથી 5 લાખ લીધા હોવા બાબતે તેમણે ફેબ્રુઆરીમાં આણંદ ડીએસપીને અરજી કરી હતી. જેની જાણ થતાં સત્યના શિખરે સાપ્તાહિક ન્યૂઝપેપર ચલાવતા કિશન રાજપૂતેે ફોન કરી મહિલાને જણાવ્યું હતું કે, તે આરોપીઓ પાસેથી પૈસા પરત અપાવી દેશે. 31 ઓગસ્ટે 15 હજાર આપતાં કિશને પ્રેસ રિપોર્ટરનું આઇકાર્ડ બનાવી આપી આણંદ જિલ્લાના બ્યૂરો ચીફ બનાવશે, તેમ જણાવ્યું હતું. બાદમાં બીજા 1 લાખ લઇ ઠગાઇ કરી હોવાની ફરિયાદ નોધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here