કોરોના સામે કડક વલણ:કોરોના નિયમોનું ઉલ્લંઘન કરનારને જાહેરમાં ગોળી મારી દેવાનો કિમ જોંગ ઉનનો તઘલખી નિર્ણય

0
50

ઉત્તર કોરિયાના તાનાશાહ શાસક કિંગ જોંગ ઉન તેની ક્રુરતા અને આપખુદી શાસન વ્યવસ્થા માટે સમગ્ર વિશ્વમાં જાણીતા છે. ક્રૂરતાભર્યા નિર્ણયોને લઈ ફરી સમાચારોમાં છે. હકીકતમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને જાહેરમાં ગોળી મારી દેવા આદેશ આપ્યો છે.

કોરોના સંક્રમણને અટકાવવા માટે ઉત્તર કોરિયામાં કડક પ્રતિબંધો લાગૂ કરવામાં આવ્યા છે. નિયમોનું પાલન નહીં કરનાર લોકોને કડક સજા આપવામાં આવી રહી છે. તેમા મૃત્યુદંડની સજાનો પણ સમાવેશ થાય છે. જોકે, કોરિયામાં મૃત્યુની સજા આપવી તે સામાન્ય વાત છે. મીડિયા અહેવાલો પ્રમાણે ઉત્તર કોરિયામાં તાજેતરમાં જ એક વ્યક્તિએ કોવિડ-19ને લગતા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ જીવ ગુમાવવો પડ્યો હતો. કિમ આ ઉલ્લંઘનને લઈ એટલા નારાજ થઈ ગયા કે તેણે આરોપીને મૃત્યુદંડની સજા જાહેર કરી.

લોકો વચ્ચે ડરનો માહોલ જળવાય તે માટે ગોળી મારવામાં આવી
રેડિયો ફ્રી એશિયાને ટાંકી અંગ્રેજી અખબાર ડેલી મેલે લખ્યુ છે કે કોરોનાના નિયમોના ઉલ્લંઘનને લઈ લોકોમાં ડરનો માહોલ ઉભો કરવા માટે કિમના આદેશ પર 28 નવેમ્બરના રોજ ઉત્તર કોરિયાની સેનાએ એક વ્યક્તિને જાહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી.
આરોપી વ્યક્તિને લઈ કહેવામાં આવ્યુ હતું કે તેણે પ્રતિબંધો તોડી ઉત્તર કોરિયામાં ચીનના માલસામાનની દાણચોરી કરી હતી. આમ કરતી વખતે સ્થાનિક સુરક્ષા દળોએ તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ ફાયરિંગ સ્કોડે તેને જાહેરમાં ગોળીઓ મારી દીધી હીત. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ તેની સીમાને માર્ચ મહિનાથી જ સત્તાવાર રીતે બંધ રાખી છે.

એન્ટી એરક્રાફ્ટ બંદૂકો સરહદ પર ગોઠવવામાં આવી
બીજી બાજુ કેટલાક મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે કિમ જોન ઉને નાગરિકોમાં દહેશતનો માહોલ ઉભો કરવા માટે ચીન સાથે જોડાયેલી સરહદ પર એન્ટી એરક્રાફ્ટ બંદૂકો ગોઠવી છે. આ હથિયારોને સીમા પર ગોઠવવા આદેશ આપતા કહેવામાં આવ્યુ છે કે એક કિલોમીટરના ઘેરાવામાં કોઈ પણ વ્યક્તિને જોવા મળે તો તેને ગોળી મારી દેવામાં આવે.

ઉત્તર કોરિયાએ કહ્યું- હજુ સુધી કોરોનાનો એક પણ કેસ મળ્યો નથી
ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે દાવો કર્યો છે કે તેમને ત્યાં કોરોના વાઈરસનો એક પણ કેસ મળ્યો નથી. જોક વિશ્વભરના દેશોએ તેના આ દાવાને લઈ આશંકા વ્યક્ત કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયામાં કડક સેન્સરશિપ લાગૂ છે, માટે માહિતી બહાર જવી ખૂબ જ મુશ્કેલ છે. આ સંજોગોમાં સરકારી દાવાની પુષ્ટી કરી શકાય તેમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here