કોરોના વેક્સિનની લોન્ચિંગની તૈયારી:હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ વેક્સિનની ઇમર્જન્સી યુઝની અપ્રૂવલ માગી, આવું કરનારી પહેલી સ્વદેશી કંપની બનશે

0
57

ફાઈઝર પછી હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ (SSI)એ પણ કોવિશીલ્ડના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી છે. એની સાથે જ સીરમ ઈન્સ્ટિટ્યૂટ દેશની પહેલી સ્વદેશી કંપની બનશે, જે કોરોના વેક્સિનને માર્કેટમાં લોન્ચ કરવા તૈયાર છે. ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સીરમે રવિવારે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) પાસે એની અરજી મોકલી છે. ભારતમાં અત્યારસુધીમાં 96.73 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

4 કરોડ ડોઝ બનાવી ચૂક્યું છે સીરમ
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા પ્રમાણે, સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોવીશીલ્ડના 4 કરોડ ડોઝ બનાવી ચૂક્યું છે. સીરમે તેમના આવેદનમાં કહ્યું છે કે, યુકે (બે ક્લિનિકલ ટેસ્ટ), બ્રાઝીલ અને ભારત (એક-એક ટેસ્ટ) વેક્સિનમાં બીમારી સામે લડવાની 90% ક્ષમતા જોવા મળી છે. સુરક્ષાની દ્રષ્ટીએ જોઈએ તો કોવીશીલ્ડના ટ્રાયલમાં કોઈ વીપરીત અસર જોવા મળી નથી. એટલે કે વેક્સિન એક ટાર્ગેટેડ વસતીને આપી શકાય એવી છે.
સીરમ દુનિયાની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. કંપનીએ કસૌલીમાં આવેલા સેન્ટ્રલ ડ્રેગ્સ લેબોરેટરી (CDL)ને ટેસ્ટિંગ માટે વેક્સિનની 12 બેચ સોંપી છે.

ફાઈઝરે 4 ડિસેમ્બરે અપ્રૂવલ માંગી હતી
SSI ઓક્સફર્ડ અને એસ્ટ્રાજેનેકાની વેક્સિન કોવિશીલ્ડ તૈયાર કરી રહ્યા છે. 4 ડિસેમ્બરે અમેરિકન કંપની ફાઈઝરે ભારતીય ડ્રગ કંટ્રોલર પાસે પોતાની વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી હતી. ફાઈઝરની વેક્સિન લગાવવા માટે UK અને બહરીને મંજૂરી આપી દીધી છે. ભારતે પહેલાં જ સ્પષ્ટ કરી દીધું છે કે દેશમાં કોઈ વેક્સિન ત્યારે જ લગાવવામાં આવશે જ્યારે એ અહીંની ક્લિનિકલ ટ્રાયલ પૂરી કરી લેશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફાઈઝર અને એની સહયોગી કંપનીએ આવી કોઈપણ ટ્રાયલ માટે ઈનકાર કર્યો હતો. જોકે ઓફિસરોનું કહેવું છે કે DCGI ઈચ્છે તો લોકલ ક્લિનિકલ ટ્રાયલમાં છૂટ આપી શકે છે.

3 દેશે મંજૂરી આપી
કોરોના વાઈરસ વિરુદ્ધના યુદ્ધમાં ચીને 4, રશિયાએ 2 અને યુકેએ 1 વેક્સિનની ઈમર્જન્સી યુઝ માટેની અપ્રુવલ આપી છે. ભારતમાં અત્યારસુધીમાં કોઈપણ કંપનીની વેક્સિનને મંજૂરી ન મળી હોઈ એ પ્રીઓર્ડરમાં સૌથી આગળ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિન વિશે ગયા સપ્તાહે પણ ઘણા સક્રિય જોવા મળ્યા હતા. 28 નવેમ્બરે મોદીએ અમદાવાદ, પુણે અને હૈદરાબાદની કંપનીઓમાં જઈને વેક્સિનની તૈયારી વિશે માહિતી પણ મેળવી હતી. 30 નવેમ્બરે તેમણે અમુક કંપનીઓના અધિકારીઓ સાથે કોન્ફરન્સિંગ દ્વારા વાત પણ કરી હતી. 4 ડિસેમ્બરે તેમણે વેક્સિન વિશે વાત કરવા માટે ઓલ પાર્ટી મીટિંગ બોલાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here