કોરોના વાયરસનો કહેર હવે કોંગ્રેસના નેતાઓ પર વરસ્યો, રાજયસભા સાંસદ સંક્રમિત, ટ્વિટ કરીને જાણો શું કહ્યું?

0
108

રાજ્યમાં તહેવારો ટાણે વધી રહેલા કોરોના વાયરસના કહેર હવે કોંગ્રેસના નેતાઓ પર વરસી રહ્યો છે. કોંગ્રેસના નેતા અહમદ પટેલ, ભરતસિંહ સોલંકી કોરોનાની ઝપેટમાં આવ્યા પછી વધુ એક કોંગ્રેસના નેતાને કોરોના ઝપેટમાં ચઢ્યા છે. કોંગ્રેસના રાજયસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના રિપોર્ટ પોઝિટીવ હોવાની માહિતી તેમણે ટ્વીટર પર શૅર કરીને આપી હતી. શક્તિસિંહ સોલંકીએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, લોકોની શુભકામના કોરોનાને હરાવશે તેવો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે આ પહેલા અનેક રાજનેતાઓને કોરોનાની મહામારીમાં સપડાઈ ચૂક્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગઈકાલે (શુક્રવાર) રાત્રે કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલને કોરોના થયો છે. સોશિયલ મીડિયા પર પોતાનો રિપોર્ટ શેર કરવાની સાથે જ તેમણે લખ્યું હતું કે, “આજે કોરોના ટેસ્ટ કરાવ્યો, જે પોઝિટિવ આવ્યો છે. લોકોની શુભકામના સાથે હું કોરોનાને હરાવીશ.” હાલ તેમનું સ્વાસ્થ્ય સારું છે અને તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે ચિંતા કરવાની કોઈ જરુર નથી.

અત્રે નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસના ભરતસિંહ સોલંકી કોરોના મહામારીમાં લાંબો સમય સુધી સારવાર લેનારા એશિયાના પ્રથમ દર્દી બન્યા હતાં. તેઓ હોસ્પિટલમાં 102 દિવસ પૂરા કરીને કોરોનાને હરાવીને પરત ફર્યા હતાં. ભરતસિંહની સારવારમાં પ્લાઝમા થેરાપી તેમજ ટોસિલિઝુમેબ ઈન્જેક્શનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here