કોરોના વર્લ્ડ:ટ્રમ્પના પર્સનલ અટર્નિ ગુલિયાની સંક્રમિત, ઈટાલીમાં મોતનો આંકડો 60 હજારને વટાવી ગયો

0
43

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પના પર્સનલ અટર્નિ રૂડી ગુલિયાનીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટ્રમ્પે રવિવારે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. 76 વર્ષના ગુલિયાની ન્યૂયોર્ક સિટીના પૂર્વ મેયર છે. તેઓ ટ્રમ્પને ચૂંટણીમાં મળેલી હારના કેસ સંભાળી રહ્યા હતા. અમેરિકાની મીડિયાના જણાવ્યા મુજબ, તેમને જોર્જટાઉન યુનિવર્સિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈટાલીમાં રવિવારે 18 હજાર 887 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. અત્યારસુધીમાં અહીં 17 લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 564 સંક્રમિતનાં મોત થઈ ચૂક્યા છે. એની સાથે જ અહીં મોતનો આંકડો 60 હજારને વટાવી ગયો છે. ઈટાલી મોતના મામલામાં વિશ્વમાં છઠ્ઠા નંબરે છે.

વિશ્વમાં કોરોનાના દર્દીઓનો આંકડો 6.73 કરોડને વટાવી ગયો છે. 4 કરોડ 65 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 15 લાખ 41 હજારથી વધુ લોકોનાં મોત થયાં છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.

અમેરિકામાં સંક્રમણના કેસો વધ્યા
અમેરિકામાં કોરાનાના કેસો ઝડપથી વધી રહ્યા છે. અહીં હોસ્પિટલોમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1 લાખ 1 હજાર 487 દર્દી દાખલ થયા છે. કેલિફોર્નિયાના ગવર્નરે રવિવારે રાતથી સ્ટે એટ હોમ ઓર્ડર એટલે કે ઘરમાં રહેવાનો આદેશ આપ્યો છે. દેશમાં અત્યારસુધીમાં 1.5 કરોડથી વધુ સંક્રમિતો મળ્યા છે અને 2.88 લાખથી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

ફ્રાન્સમાં 24 કલાકમાં 11 હજાર સંક્રમિત મળ્યા
ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ સંક્રમિતો મળ્યા અને 174 લોકોનાં મોત થયાં છે. એક દિવસ પહેલાં અહીં 12 હજાર 923 કેસ પ્રકાશમાં આવ્યા હતા. અહીં સંક્રમણના કેસો ઘટી રહ્યા છે. દેશમાં 5 સપ્તાહ પહેલાં પ્રત્યેક દિવસે 50 હજાર કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. એને જોતાં સરકારે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો હતો.

બ્રિટનની મહારાણીને લગાવવામાં આવશે વેક્સિન
બ્રિટનની મહારાણી ક્વીન એલિઝાબેથને અગામી થોડાં સપ્તાહમાં રસી લગાવવામાં આવશે. તેમને ફાઈઝર અને બાયોએનટેકની વેક્સિન લગાવવાની મંજૂરી આપવામાં આવી છે. 94 વર્ષનાં એલિઝાબેથ અને 99 વર્ષના કિંગ ફિલિપની ઉંમરને જોતાં પહેલા વેક્સિન લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 12 હજાર 272 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 231 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યારસુધીમાં 17 લાખથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે અને 61 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશસંક્રમિતમોતસાજા થયા
અમેરિકા1,51,59,5292,88,90688,55,593
ભારત96,76,8011,40,5909,138,171
બ્રાઝિલ66,03,5401,76,96257,76,182
રશિયા24,60,77043,14119,37,738
ફ્રાન્સ22,81,47554,9811,69,358
યુકે17,23,24261,245ઉપલબ્ધ નથી
ઈટાલી17,09,99159,5148,96,308
સ્પેન16,99,14546,252ઉપલબ્ધ નથી
આર્જેન્ટીના14,59,83239,63212,88,785
કોલંબિયા13,62,24937,63312,49,70

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here