કોરોના વડોદરા LIVE:પોઝિટિવનો કેસનો કુલ આંક 18,578 ઉપર પહોંચ્યો, મૃત્યુઆંક 226, કુલ 17,135 દર્દી રિકવર થયા

0
60
  • વડોદરામાં હાલ 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસ સાથે કુલ આંક 18578 ઉપર પહોંચી ગયો છે અને મૃત્યુઆંક 226 થયો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 17135 લોકો કોરોનાને માત આપી ચુક્યા છે. વડોદરામાં હાલ 1217 એક્ટિવ કેસ પૈકી 155 દર્દી ઓક્સિજન પર અને 57 દર્દી વેન્ટિલેટર પર છે અને 1005 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 5632 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 18,578 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 2784, પશ્ચિમ ઝોનમાં 2998, ઉત્તર ઝોનમાં 3758, દક્ષિણ ઝોનમાં 3370, વડોદરા ગ્રામ્યમાં 5632 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

શનિવારે આ વિસ્તારમાં કોરોનાના નવા કેસો નોંધાયા
શહેરઃ
 શિયાબાગ, વડસર, નવાયાર્ડ, છાણી, સુભાનપુરા, મકરપુરા, તરસાલી, કારેલીબાગ, VIP રોડ, અકોટા, ગોકુલનગર, કિશનવાડી, ગોરવા, આજવા રોડ, છાણી, ગોરવા
ગ્રામ્યઃ કરજણ, કરોડિયા, ડભોઇ, પોર, રણોલી, વાઘોડિયા, સાવલી, પાદરા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here