– ઓટોમેટિક સેન્સરમાં હાથની તપાસ પછી જ એન્ટ્રી
– પોલીસ કમિશનર કચેરીમાં સ્ટીમ મશીન, સેન્સર અને ઓક્સીમીટર મૂકી કર્મચારી-પ્રજાનું ચેકિંગ
પ્રજાજનોની માફક જ પોલીસ પણ કોરોના સામે ફાઈટ કરી રહી છે. પોલીસ કર્મચારી ઉપરાંત પ્રજાજનોની અવરજવર હોય છે તેવા પોલીસ સ્ટેશનોમાં તાવ માપતાં ઓટોમેટીક સેન્સર મુકવા માટે પોલીસ કમિશનર કચેરી તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
શહેર પોલીસ કમિશનર કચેરીમાં સ્ટીમ મશીન, સેન્સર અને ઓક્સીમિટર મુકવામાં આવ્યાં છે. કમિશનર કચેરીમાં કર્મચારી અને નાગરિકો આવે ત્યારે તેમનું અચૂક ચેકીંગ કરીને જ એન્ટ્રી આપવામાં આવે છે.
કોરોના સામેની લડાઈ લાંબી છે તે નિશ્ચિત છે. આ સંજોગોમાં પોલીસે હવે લાંબા ગાળાના આયોજન શરૂ કયાં છે. શહેર પોલીસ કમિશનર કચેરી અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં કર્મચારીઓ માટે સ્ટીમ મશીન મુકવામાં આવ્યાં છે. આ ઉપરાંત, નાગરિકો માટે તાવ માપતાં ઓટોમેટીક સેન્સર અને ઓકસીમિટર મુકવામાં આવ્યાં છે.
ઓટો સેન્સરથી તપાસ દરમિયાન તાવ જણાય આૃથવા તો ઓક્સીમિટરના ચેકીંગમાં ઓક્સિજનનું પ્રમાણ 95થી ઓછું જણાય તેવા કર્મચારી કે નાગરિકને ત્વરિત ડોક્ટરને સંપર્ક કરવા જણાવવામાં આવે છે. પોલીસ કમિશનર કચેરીમાં મુકાયાં છે તે પ્રકારના તાવ માપતાં ઓટોમેટીક સેન્સર હવે શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં મુકવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કન્ટ્રોલ રૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે ઉમેર્યું કે, હાથ અડાડતાં જ ટેમ્પરેચર બતાવે તેવા ઓટોમેટીક સેન્સરથી કોઈને ઈન્ફેક્શનની સંભાવના હશે તો તરત જ જાણકારી મળશે. આવા વ્યક્તિને તરત તબીબી સારવાર લેવા માટે કહેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, કોરોના કાળની શરૂઆતમાં પોલીસ સ્ટેશનોમાં સેનેટાઈઝર કેબીનો બનાવવામાં આવી હતી. હવે, મોટા ભાગના પોલીસ સ્ટેશનોમાં સેનેટાઈઝર કેબીનો હવે નક્કામી બની ધૂળ ખાઈ રહી છે.
જો કે, પોલીસ સ્ટેશનોમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાઈ રહે તે માટે કાચ લગાવવામાં આવ્યાં છે. અનેક જગ્યાએ રીબન બાંધીને કામ ચલાવાઈ રહ્યું છે. હવે તમામ પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી ગેટ પર જ સેનેટાઈઝર મુકવામાં આવ છે. બહારથી આવતાં નાગરિકો સાથે સોશિયલ ડીસ્ટન્સ જાળવવામાં પોલીસ પૂરતી તકેદારી રાખે છે. આવનારાં દિવસોમાં પોલીસ સ્ટેશનોમાં પણ ઓટો સેન્સર મુકાશે. જો કે, કોરોના ફાઈટની કાયમી વ્યવસૃથા કેટલી જળવાશે તે સવાલ પણ છે.
35 પોલીસ કોરોનાગ્રસ્ત કુલ આંકડો 785 પહોંચ્યો
અમદાવાદ શહેર પોલીસમાં કોરોના સામે અવેરનેસ આવી હોવાથી હાલમાં કોરોનાગ્રસ્ત કર્મચારીઓની સંખ્યા 35 જ છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસમાં કુલ 785 પોલીસ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં હતાં અને સારવાર આપવામાં આવી છે. પોોલીસને કોરોના સામે જાગૃત કરવા અને કોરોના રોકવા પોલીસ સ્ટેશનોમાં આવશ્યક કામગીરી કરવામાં આવી રહી છે. (ડો. હર્ષદ પટેલ, કન્ટ્રોલ રૂમ ડીસીપી)
પોલીસને એસવીપીમાં સારવાર : હોટલો, શેલ્બી હોસ્પિટલની ખાસ સુવિધા હવે નથી
કોરોનાના પ્રારંભના દોઢ-બે મહિના પછી અમદાવાદ શહેર પોલીસને કોરોનાએ જાણે ભરડો લીધો હતો. પોલીસ કર્મચારીઓ ધડાધડ કોરોનાગ્રસ્ત થવા લાગતાં ખાનગી હોટલોમાં ક્વોરન્ટાઈન કરવા ઉપરાંત જરૂરી જણાય તેમને નરોડાની શેલ્બી હોસ્પિટલમાં સારવારની વ્યવસૃથા કરવામાં આવી હતી. હવે, પોલીસને હોટલો અને શેલ્બી હોસ્પિટલની વિશેષ સુવિધા અપાતી નથી. કોઈ પોલીસકર્મી કોરોનાગ્રસ્ત થાય તો ક્રાઈમ બ્રાન્ચ કે એલીસબ્રિજ પી.આઈ. સાથે સંકલન કરી એસવીપી (નવી વી.એસ.) હોસ્પિટલમાં સારવાર અપાય છે.
[WP-STORY]