કોરોના કાળમાં આ ચીની મોબાઈલ કંપની લોન્ચ કરશે સ્માર્ટ ફેસ માસ્ક, જાણો તેની ખાસિયત

  0
  48

  શાઓમી પોતાની પ્રોડક્ટ રેન્જને વધારતાં હવે ફેસ માસ્ક લોન્ચ કરવાની છે. એક ટ્વીટર પોસ્ટ અનુસાર શાઓમીનું ફેસ માસ્ક 13 ઓક્ટોબરે લોન્ચ કરવામાં આવશે. શાઓમીએ આ પોસ્ટમાં ‘Breathe safely, live healthy. Coming to protect you’નો મેસેજ આપ્યો છે.

  માર્ચમાં મળ્યું પેટેન્ટ

  આ વર્ષે માર્ચમાં શાઓમીને નવા ફેસ માસ્કનું પેટેન્ટ મળ્યું હતું. માસ્કની ખાસિયત એ છે કે, તે થ્રી ડાયમેન્શનલ ફ્રેમ ડિઝાઈનવાળું છે. આ ડિઝાઈનના કારણે આ માસ્ક મોઢા પર એકદમ ફીટ થઈ જાય છે.

  પહેરવામાં પણ એકદમ આરામદાયક

  કંપનીનું કહેવું છે કે, આ માસ્ક પહેરવામાં ખુબ જ આરામદાયક છે અને યુઝર તેને પસંદ કરશે. માસ્કના સપોર્ટ ફ્રેમના શેપને શેપિંગ પાર્ટ પર પ્રેસ કરવાથી બદલવામાં આવી શકે છે. ફેસ માસ્ક ખુબ જ નજીકથી ફેસ પર ફીટ થઈ જાય છે. જેનાથી તેની એર ટાઈટનેસ વધારે સારી થઈ જાય છે.

  સ્માર્ટ માસ્કનું પણ પેટેન્ટ

  શાઓમીને પેટેન્ટ એજન્સી (USPTO)એ સ્માર્ટ માસ્કનું પણ પેટેન્ટ આપવામાં આવ્યું છે. આ માસ્ક યુઝરની બ્રીથ ક્વોલિટીને ટ્રેક કરે છે. સ્માર્ટ માસ્કમાં એક કોમ્પ્યુટિંગ યુનિટ આપવામાં આવ્યું છે. તેમાં એક પ્રોસેસર હોય છે જે માસ્ક સેન્સરથી તમામ ડેટાને એનાલાઈઝ કરી લે છે. એટલું જ નહીં, આ માસ્કમાં કેલક્યુલેટ કરેલ ડેટાને સ્ટોર કરવા માટે એક સ્ટોરેજ સિસ્ટમ પણ આપી છે. માસ્કમાં બેટરી અને કનેક્ટર પણ છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here