કોરોનાની સાથે જ લાગેલી ચોમાસુ બીમારીએ રાજ્યમાં 37નો ભોગ લીધો

0
96

– કોવિડ-મલેરિયા અને કોવિડ-ડેન્ગ્યુના કેસની શરૂઆત મુંબઇથી થઇ છે

કોરોનાની સાથે જ લાગુ પડેલી ચોમાસુ બીમારીએ અત્યાર સુધીમાં રાજ્યમાં ૩૭ જણે જીવ ગુમાવ્યો છે. જોકે સરકારી ચોપડે ન નોંધાયેલા કેસ ધ્યાનમાં લેતા મૃતકોની સંખ્યા વધુ હોવાનો અંદાજ છે.

રાજ્યના આરોગ્ય વિભોગ આવેલી માહિતી મુજબ કોરોનાની સાથે જ લાગુ પડેલી મલેરિયાની બીમારીએ  ૧૭ દરદીઓનો ભોગ લીધો હતો. બીજા ક્રમે કોવિડ-ડેન્ગ્યુને લીધે ૧૧ દરદી મૃત્યુ પામ્યા હતા. આ બે બીમારી ઉપરાંત ટાઇફોઇડ અને લેપ્ટોસ્પાઇરસીસની બીમારી પણ ઘણાને લાગુ પડી છે. એટલે કોરોનાની સાથે જ અન્ય બીમારીઓ કઇ રીતે લાગુ પડે છે તેનો નિષ્ણાત તબીબોએ અભ્યાસ હાથ ધર્યો છે.

મુંબઇમાં સૌથી પહેલાં કોરોના- મલેરિયા અને કોરોના-કોવિડ-ડેન્ગ્યુના  કેસ નોંધવાની શરૃઆત થઇ હતી. આવા કેસ મુંબઇ ઉપરાંત રાજ્યના અન્ય વિભાગોમાંથી પણ આવી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here