કોરોનાના પ્રકોપ વચ્ચે પણ આઇપીએલથી BCCIને ૪૦૦૦ કરોડની આવક થઈ

0
57

ભારતીય ક્રિકેટ બોર્ડ પોતાની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સિઝન માર્ચ મહિનામાં યોજવા માગતું હતું પરંતુ કોરોના વાઇરસની મહામારીના કારણે આ લીગને સ્થગિત કરવાની ફરજ પડી હતી. એક સમયે એવું લાગી રહ્યું હતું કે ૨૦૦૨ના વર્ષમાં આઇપીએલનું આયોજન શક્ય નથી પરંતુ બીસીસીઆઇની યોજના અલગ હતી અને તેને યૂએઇની ધરતી ઉપર આયોજિત કરીને જંગી રકમની આવક પણ કરી હતી.

આઈપીએલ દ્વારા સૌથી મોટી આવક થાય છે 

બીસીસીઆઇને આઇપીએલ દ્વારા સૌથી વધારે આવક થાય છે. કરોડો રૂપિયાની ખોટમાં રહેલા બીસીસીઆઇએ પોતાની લીગને બહાર વિદેશમાં રમાડવાનો નિર્ણય કર્યો હતો અને તેનું સફળ આયોજન પણ કર્યું હતું. જુલાઇમાં બોર્ડે આઇપીએલની જાહેરાત કરીને તમામ ફ્રેન્ચાઇઝીઓને સૂચના આપી દીધી હતી અને લગભગ તમામ ખેલાડીઓ યૂએઇ જઇને રમવા માટે તૈયાર થઇ ગયા હતા.

૩૫ ટકા કાપ મુકાયો છતાં સફળતા મળી

અરુણ ધૂમલે જણાવ્યું હતું કે બોર્ડે ૨૦૧૯ની IPLની તુલનામાં આ વખતે લગભગ ૩૫ ટકાનો કાપ મૂક્યો હતો. અમે લગભગ ૪,૦૦૦ કરોડ રૂ.ની આવક પણ કરી છે. અમારા ટીવી દર્શકોની સંખ્યામાં લગભગ ૨૫ ટકાનો વધારો થયો હતો. અમને સૌથી વધારે મુંબઇ ઇન્ડિયન્સ તથા ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચેના ઓપનિંગ મુકાબલામાં હાઇએસ્ટ વ્યૂઅર્સ મળ્યા હતા. જો IPL રમાઇ ના હોત તો ક્રિકેટર્સને એક વર્ષનું નુકસાન થયું હોત તે ચોક્કસ છે.

ટૂર્નામેન્ટમાં વિક્રમી વ્યૂઅરશિપ હાંસલ કરી

૧૯મી સપ્ટેમ્બરથી ૧૦મી નવેમ્બર સુધી યૂએઇના શારજાહ, દુબઇ અને અબુધાબી ખાતે આઇપીએલની તમામ મેચો રમાઇ હતી. યૂએઇ બોર્ડની મદદથી આઇપીએલનું સફળ સંચાલન કરવામાં બીસીસીઆઇને મદદ મળી હતી અને ચાર હજાર કરોડ રૂપિયાની આવક કરી હતી. ટૂર્નામેન્ટમાં ૨૫ ટકા વધારે વિક્રમી વ્યૂઅરશિપ પણ હાંસલ થઇ હતી. બોર્ડના ટ્રેઝરર અરુણ ધુમલે કોરોના વાઇરસની મહામારીની વચ્ચે પણ બોર્ડે કરેલી આવક અંગે ઘટસ્ફોટ કર્યો હતો.

૩૦ હજાર કરતાં વધારે કોરોના ટેસ્ટ કરાયા 

બીસીસીઆઇના અધિકારીએ એવો પણ ઘટસ્ફોટ કર્યો હતો કે બોર્ડે ૩૦ હજાર કરતાં વધારે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા અને તેમાંથી ૧૫૦૦ કરતાં વધારે લોકો આઇપીએલના સફળ સંચાલનમાં સામેલ હતા. પ્રારંભમાં ચેન્નઇ સુપર કિંગ્સના બે ખેલાડીઓ અને બોર્ડની મેડિકલ ટીમના સભ્ય કોરોના પોઝિટિવ આવતાં ટૂર્નામેન્ટ ઉપર સંકટ તોળાયું હતું પરંતુ ત્યારબાદ ચુસ્ત પ્રોટોકોલ અમલમાં મુકાયા બાદ એક પણ કેસ નોંધાયો નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here