કોરોનાના પગલે હાલ વર્ક ફ્રોમ હોમમાં થયો વધારો પરંતુ તેના પગલે વધી રહ્યું છે સાયબર સિક્યોરિટીનું જોખમ

0
77

ભારતીય બિઝનેસ જ્યારે અણધારી આફતોનો સામનો કરી રહ્યો છે ત્યારે તેને સાયબર સિક્યોરિટીના નવા અને મજબૂત પડકારોનો સામનો કરવો પડે તેમ છે તેવુ ભારતની એક અગ્રણી સાયબર સિક્યોરિટી કંપની જણાવ્યું હતું. મધ્યમથી માંડીને મોટી કંપનીઓની સહિતની કંપનીઓની મોટા ભાગની બિઝનેસ પ્રોસેસ હવે ડિજીટાઈઝ થવા માંડી છે અને વેલ્યુ ચેઈન મારફતે ટેકનોલોજી અપનાવવાનુ વલણ વધતુ જાય છે. આ કારણે સાયબર સિક્યોરિટીનાં નવાં જોખમો ઉભાં થયાં છે.

 દુનિયાભરમાં સાયબર એટેકર્સમાં મોટા પ્રમાણમાં વધારો 

ઈન્ફોપર્સેપ્ટ કન્સલ્ટન્સીના સીઈઓ અને સહસ્થાપક અને અગ્રણી મેનેજમેન્ટ સિક્યોરિટી સર્વિસીસ પ્રોવાઈડરે જણાવ્યું હતું કે “જ્યારે લાખો કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ અપનાવી રહ્યા છે ત્યારે સાયબર સિક્યોરિટીનાં નવાં જોખમો ઉભાં થયાં છે. બદલાયેલી સ્થિતિમાં અગાઉ સાવચેતીનાં જે પગલાં અનુસરવામાં આવતાં હતાં તે અસરકારક નથી. સાયબર એટેકર્સ રિમોટ નેટવર્કની દયાજનક સ્થિતિમાં સિક્યોરિટીની છટકબારીઓનો લાભ ઉઠાવે છે. તાજેતરના મહિનાઓમાં સાયબર એટેક્સમાં જે ભારે વધારો થયો છે તે દર્શાવે છે કે હુમલો કરનારા સફળ થઈ રહ્યા છે. વિવિધ બિઝનેસ સામે નવી સ્થિતિમાં તેમની ડિજિટલ સુરક્ષા મજબૂત રાખવાનો પડકાર છે.  તેમણે વધુમાં જણાવ્યુ હતું કે “ આપણને એ પણ ખબર નથી હોતી કે હુમલો કરનારા કોણ છે અને તે ક્યાંથી કામગીરી કરે છે. તે ક્યારે કોને ટાર્ગેટ કરશે તે પણ આપણે જાણતા નથી. કોરોના વાયરસના કેસમાં બન્યુ છે તેમ આપણી જાતને સાયબર એટેક્સથી બચાવવા માટેનો એક માત્ર માર્ગ યોગ્ય સાયબર ડિફેન્સ મિકેનિઝમ છે. ”વિવિધ અહેવાલોથી જાણવા મળ્યુ છે કે છેલ્લાં થોડા માસમાં ભારતમાં અને દુનિયાભરમાં સાયબર એટેકર્સમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે, કારણ કે સાયબર હુમલો કરનારા લોકો હાલની અણધારી સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યા છે.

ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બિઝનેસમાં  ડેટાની ભૂમિકા ખૂબ જ મહત્વની

બેંકીંગ, ઈન્સ્યોરન્સ અને ઉત્પાદન જેવી પરંપરાગત કામગીરીમાં સંકળાયેલી કંપનીઓ તેમના આઈટી ખર્ચની 30થી 35 ટકા રકમ ડેટા સિક્યોરિટી માટે ખર્ચી રહી છે. આમ છતાં  હાલના પડકારોને જોતાં, જે રીતે વિવિધ બિઝનેસ સાયબર સિક્યોરિટી માટે ખર્ચ કરી રહ્યા છે તે જોતાં વર્ષ 2020માં આ આંકડો વધીને 50 ટકા કે તેથી વધુ ઉંચે જઈ શકે તેમ છે. ઈન્ફોપર્સેપ્ટ કન્સલ્ટીંગની  રેડ ટીમના ડિરેકટરે જણાવ્યું હતું કે કોઈ પણ કટોકટીમાં સૌથી વધુ મજબૂત કે વધુ બુધ્ધિશાળી ટકી શકે છે તેવુ નથી, પણ જે પરિસ્થિતિ જોઈને ઝડપથી ફેરફાર કરે  છે તે જ ટકી શકે છે. સાયબર સિક્યોરિટીના પડકારો વધુને વધુ સંકુલ બની રહ્યા છે. વિવિધ બિઝનેસે અજાણ્યા અને અજાણ સાયબર એટેકર્સનો સામનો કરવો પડે છે. આથી મોખરે ટકી રહેવુ તે એક મુશ્કેલ પડકાર છે.” ડિજિટલ ટ્રાન્સફોર્મેશન બિઝનેસમાં  ડેટાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની રહે છે. આથી બિઝનેસનુ સાતત્ય જાળવી રાખવા માટે  ડેટા સાચવવો મહત્વનુ બની રહે છે.

હુમલો કરનારને વિવિધ ટ્રેપ પધ્ધતીથી છેતરે છે

ડિસેપ્શન ટેકનોલોજી એ એક સાયબર સિક્યરિટી ડિફેન્સ પ્રેકટીસ છે જે  જીન્યુઈન એસેટની નકલ કરીને હુમલો કરનારને વિવિધ ટ્રેપ પધ્ધતીથી છેતરે છે. આથી સાયબર ગુનેગારો માટેની તક ઘટતી જાય છે. તે સમય અને સાધનોનો વધુ વ્યય કરવા છતાં નિષ્ફળ જાય છે.  તેમના જણાવ્યા પ્રમાણે “સંસ્થાઓ જે વિવિધ પ્રકારના સાયબર એટેકનો સામનો કરે છે તેમાં હુમલો કરનારનાં સ્થળો અજાણ્યાં હોય છે  આથી કંપનીઓ તેમનાં ઉત્તમ સાધનોનો આઈટી ઈન્ટીગ્રેશનમાં ખર્ચ કરે છે. આમ છતાં હુમલો કરનારા એક કદમ આગળ રહેતા હોય છે.” આગળ જતાં કંપની સાયબર સિકયોરિટી સ્ટ્રેટેજી પ્રોડકટ “ગેમ પ્લાન ” રજૂ કરવાનુ આયોજન કરી રહી છે.

“ઘણી કંપનીઓ પાસે રિયલ-ટાઈમ પ્રોટેકશન અને ડિટેકશન માટે વિવિધ પ્રકારનાં ટુલ અને ટેકનોલોજી હોય છે. આમ છતાં આ સમગ્ર પ્રક્રિયા ખુબ જ સંકુલ પ્રકારની હોય છે. આ ઉપરાંત તેનુ સમગ્ર ચિત્ર અત્યંત ગતિશીલ અને ચપળ હોય છે. આ ઉપરાંત યોગ્ય સાયબર સિક્યોરિટી વ્યુહરચના અમલમાં મુકી શકે તેવાં ખૂબ ઓછાં પ્લેટફોર્મ હોય છે. આથી આ ઉણપ દૂર કરવા માટે “ગેમ પ્લાન ” ભરોસાપાત્ર અને કરકસરયુક્ત સાયબર સિક્યોરિટી ટુલ્સ પૂરાં પાડી રહી છે. ” કંપનીઓ આ પ્રોડકટનો ઉપયોગ પોતાના શેડો ચીફ ઈન્ફોર્મેશન સિકયોરિટી ઓફિસર (સીઆઈએસઓ) તરીકે કરી શકે છે અને સાયબર સિક્યુરિટીના અને પ્રોગ્રામ મેનેજમેન્ટના યોગ્ય નિર્ણયો લઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here