કોરોનાના ચેપના પ્રારંભિક તબક્કામાં HRCT ટેસ્ટ કરાવવો અયોગ્ય

  0
  74

   કોરોનાના ચેપનું નિદાન કરવા કમ્પ્યુટર ટોમોગ્રાફી અનુચિત

  – ચેપ લાગ્યા પછી કેટલો પ્રસર્યો છે તે જાણવા માટે જ HRCT ટેસ્ટ યોગ્ય: તે પૂર્વે કરાવેલો ટેસ્ટ અર્થહીન

  કોરોનાના દર્દીને સામાન્ય તાવ, માથાનો દુ:ખાવો જેવા સામાન્ય લક્ષણ હોય ત્યારે હાઈ રિઝોલ્યુશન કોમ્પ્યુટર ટોમોગ્રાફી-એચઆરસીટીનો ટેસ્ટ કરાવવો ઉચિત જ નથી. કોરોના વાઈરસનો ચેપ આરંભિક તબક્કામાં હોવાથી એચઆરસીટી ટેસ્ટ કરાવવાથી કોઈ જ પરિણામ મળતું નથી.

  વાસ્તવમાં ચેપ લાગ્યા બાદ પાંચથી સાત દિવસે છાતીમાં તેનો ચેપ કેટલો ફેલાયો છે તે જ જાણવા માટે એચઆરસીટી-હાઈ રેઝોલ્યુશન કોમ્પ્યુટર ટોમોગ્રાફી કરાવવામાં આવે છે. તેનાથી ચેપની તીવ્રતાનો અંદાજ આવે છે. 

  કોરોનાનો ચેપ લાગે ત્યારે આરંભના તબક્કામાં એચઆરસીટી ટેસ્ટ નોર્મલ જ આવે છે. થોડા દિવસ બાદ તે ટેસ્ટ કરાવવામાં આવે તો ચપ કેટલો ફેલાયો છે તેનો અંદાજ આવે છે. આ માટે 25માંથી સ્કોર આપવામાં આવે છે. 25માંથી 8થી ઓછો સ્કોર આવે તો કોરોનાની અસર અત્યંત હળવી હોવાનું તારણ કાઢી શકાય છે.

  આઠથી પંદરનો સ્કોર આવે તો મધ્યમ પ્રમાણમાં ચેપ હોવાનો નિર્દેશ મળે છે. સ્કોર 15થી વધુનો આવે તો ગંભીર પ્રકારનો ચેપ ગણી શકાય છે. સામાન્ય રીતે 25માંથી સ્કોર આપવામાં આવે છે. કેટલાક કિસ્સામાં 40માંથી પણ સ્કોર આપવામાં આવે છે. કોરોનાનો ચેપ પ્રોગ્રેસિવ સ્ટેજમા હોય તો ફેંફસામાં તે દેખાવા માંડેે છે. 

  હા, તેનાથી સારવાર કેટલી સઘન કરવી તેનો અંદાજ માંડી શકાય છે. માનવ શરીરના જમણા ફેંફસામં બે લોબ અને ડાબા ફેંફસામાં ત્રણ લોબ હોય છે. તેમાં ચેપ કેટલો ફેલાયો છે તે જાણવા મળે છે.

  કોરોનાના નિદાન માટે એચઆરસીટી ટેસ્ટ કરાવવો ઉચિત જ નથી. કોરોનાના નિદાન માટે આરટી-પીસીઆર અને એન્ટિજન ટેસ્ટ જ અત્યારે ઉચિત ગણાય છે. આરંભમાં એચઆરસીટી કરાવવામાં આવે તો તે નોર્મલ જ આવે છે. તેથી તેનો ખર્ચ એળે જાય છે. દર્દીના શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ 95 ટકાથી ઉપર રહેતું હોય તો એચઆરસીટી કરાવવાની જરૂરિયાત જ નથી. સાત દિવસ બાદ જ એચઆરસીટી ટેસ્ટ કરાવવો જોઈએ. 

  કોરોનાનો ચેપ લાગ્યો હોય તે તબક્કે એટલે કે આરંભના તબક્કે આ ચેપનો એચઆરસીટીમાં અંદાજ આવતો જ નથી. ચાર પાંચ દિવસ પછી તેનો અંદાજ આવે છે. એચઆરસીટી અને સિટી સ્કેન એ કોરોનાના નિદાનની એક પદ્ધતિ છે તેવી દર્દીઓમાં પ્રવર્તતી માન્યતા ભૂલભરેલી છે.

  આ સંજોગોમાં એચઆરસીટી ટેસ્ટ કરાવવા અનુચિત હોવાનું પણ સિવિલ હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ ડૉ. પંકજ અમીનનું કહેવું છે. કોરોના વાઈરસનું સંક્રમણ વધી જાય ત્યારે બંને ફેંફસાની બાજુના ફેંફસા ભરાઈ જાય છે. તેથી જ સ્કોર ઊંચો જાય છે. એચઆરસીટીમાં દર ચારથી પાંચ દિવસે સ્ટેજ બદલાતું રહે છે. વાઈરસે ફેંફસામાં ગંભીર નુકસાન પહોંચાડયું હોય તો તેવા સંજોગોમાં 14થી 28 દિવસે એચઆરસીટીમાં ફેરફાર જોવા મળે છે. 

  HRCT માટે 1000 જેટલા  X-Ray રેડિયેશન કેન્સરજન્ય

  એચઆરસીટી-હાઈ રેઝોલ્યુશન કોમ્પ્યુટર ટોમોગ્રાફી કરાવવા માટે 1000 એક્સ રે જેટલા રેડિયેશનને ઝીલવું પડે છે. આ રેડિયેશનનો ડોઝ વધુ પડતો હોવાથી દર્દીને લાંબા ગાળે કેન્સર થવાનું જોખમ રહેલું છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here