કોરોનાના કહેર વચ્ચે WHOએ આપી ગંભીર ચેતવણી, આ દવાનો ઉપયોગ ટાળવાની સલાહ

0
49


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ દુનિયાના જે દેશોની હોસ્પિટલ (Hospital) માં સંક્રમિતોની સારવારમાં રેમડેસિવિર (Remdesivir) ઈન્જેક્શન (Injection) નો ઉપયોગ થઈ રહ્યો છે,તેને તાત્કાલિક અટકાવવા સલાહ આપી છે. WHOના જણાવ્યા પ્રમાણે, આ દવા કોરોના (Corona Virus)ની સારવારમાં મદદરૂપ થઈ છે તે વાતના કોઈ પુરાવા નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ (US President) ડૉનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને કોરોનાની સારવાર (Corona Treatment) માં રેમડેસિવિર દવા આપવામાં આવી હતી.  

WHOની એક પેનલે (WHO Panel) કહ્યું હતું કે, ગિલિયડની દવા રેમડેસિવિર (Remdesivir) હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ-19 (Covide-19) દર્દીઓ માટે નથી પછી ભલે તેઓ ગમે તેટલા બીમાર કેમ ન હોય.

પેનલે કહ્યું હતું કે, એ વાતના કોઈ પૂરાવા નથી કે જેનાથી ખબર પડે કે આ દવાથી દર્દીની હાલાત સારી થાય છે. ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, પેનલને એવા પૂરાવાની કમી દેખાઈ, જેમાં એવું કહેવાયું હોય કે રેમડેસિવિરે મૃત્યુદર ઓછો કર્યો અથવા તો વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી કરી. આ ગાઈડલાઈન દવા માટે મોટો ઝટકો છે.

રેમડેસિવિરે પ્રાથમિક પરીક્ષણ બાદ આ વર્ષે ઉનાળામાં કોવિડ-19 માટે સંભવિત પ્રભાવી ઉપચાર તરીકે દુનિયાભરમાં ધ્યાન આકર્ષિત કર્યું હતું. દવા દુનિયાભરમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે અધિકૃત માત્ર 2 દવાઓમાંની એક છે. પરંતુ સોલિડેરિટી ટ્રાયલ તરીકે જાણીતા WHOના નેતૃત્વવાળા પરીક્ષણે ગત મહિને સાબિત કરી બતાવ્યું હતું કે 28 દિવસના મૃત્યુદર કે લંબાઈ પર તેનો ઓછો કે કોઈ પ્રભાવ નહતો.

રેમડેસિવિર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની કોરોના વાયરસના સંક્રમણની સારવાર માટે ઉપયોગમાં લેનારી દવાઓમાંથી એક હતી અને છેલ્લા અભ્યાસોમાં જોવા મળ્યું હતું કે આ દવા રિકવરીના સમયમાં કમી લાવતી હતી. આ દવા 50થી વધુ દેશોમાં કોવિડ-19 ઉપચાર તરીકે ઉપયોગમાં લેવા માટે અધિકૃત છે. ગિલિયડે સોલિડેરિટી ટ્રાયલના પરિણામો પર સવાલ ઉઠાવ્યા છે.

રેમડેસિવિરથી રોગીઓ પર કોઈ સાર્થક પ્રભાવ નથી

WHOના દિશાનિર્દેશ વિકાસ સમૂહ (GDG) પેનલે કહ્યું કે તેની ભલામણ એક પુરાવાની સમીક્ષા પર આધારિત હતી. જેમાં કોવિડ-19ની સાથે હોસ્પિટલમાં દાખલ 7000થી વધુ દર્દીઓને સામેલ કરનારા ચાર International randomized trialsના ડેટા સામેલ હતા. પુરાવાની સમીક્ષા કર્યા બાદ પેનલે કહ્યું કે, એવું તારણ કાઢવામાં આવ્યું છે કે રેમડેસિવિરના રોગીઓ માટે મૃત્યુદર કે અન્ય મહત્વપૂર્ણ પરિણામો પર કોઈ સાર્થક પ્રભાવ નથી અને તે પ્રશાસન માટે મોંઘી અને જટિલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here