કોરોનાથી રિકવરી બાદ ફેફસાંમાં થતી આ નવી બીમારી ખૂબ જ ગંભીર, એક્સપર્ટે આપી ચેતવણી

  0
  112

  કોવિડ-19ની મૂળમાંથી સારવાર એક આદર્શ વેક્સીનથી જ શકય છે. પરંતુ જો ડૉકટરની સલાહ પર કોરોના દર્દીઓને દવાઓ અને એન્ટીબાયોટિક્સ ના આપવામાં આવે તો આગળ ચાલીને તેઓ પલ્મોનરી ફાઇબ્રોસિસ જેવી ખતરનાક બીમારીનો શિકાર બની શકે છે. એક રિપોર્ટના મતે કોરોના વાયરસ ફેરફાસને ખૂબ જ ઝડપથી ડેમેજ કતરે છે, તેનાથી આગળ ચાલીને ફાઇબ્રોસિસનો ખતરો ઉભો થઇ શકે છે.

  તાજેતરમાં જ મધ્યપ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરીને ફેફસાંમાં સમસ્યાના લીધે એમ્સમાં દાખલ કરાયા હતા. કોરોના ઇન્ફેકશનથી રિકવરી બાદ ખબર પડી કે તેઓ ફાઇબ્રોસિસનો શિકાર થઇ ચૂકયા છે. પલ્મોનરી ફાઇબ્રોસિસ એક ગંભીર બીમારી છે જેમાં ફેફસાંના ટિશ્યૂ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે.

  ટીબી હોસ્પિટલ મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉકટર એકે શ્રીવાસ્તવ કહે છે કે ફાઇબ્રોસિસ ફેફસાંને હાનિ પહોંચ્યાની જાણ છેલ્લાં સ્ટેજમાં થાય છે. કોરોના વાયરસ મુખ્યત્વે વ્યક્તિના ફેફસાંને ખરાબ કરે છે આથી રિકવરી બાદ પણ લોકોને ડૉકટરની સલાહ પર તેની દવાઓ લેવી ચાલુ રાખવી જોઇએ.

  ડૉ.શ્રીવાસ્તવ કહે છે કે કોવિડ-19ની સારવાર દરમ્યાન ડૉકટર્સના દર્દીઓના ફેફસાંની રક્ષા કરવાની હોય છે. કોરોનાથી રિકવરી બાદ દર્દીને રેગ્યુલર ગાઇડન્સ માટે ડૉકટરના સંપર્કમાં રહેવું જોઇએ જેથી ફેફસાંનો બચાવ અને તેના નોર્મલ ફંકશનને સમજી શકાય. આ સિવાય ડૉકટરની દેખરેખમાં એન્ટીબાયોટિક્સ, સ્ટેરોઇડ કે સંબંધિત દવાઓને નિયમિત રીતે લેવી જોઇએ.

  પલ્મોનરી ફાઇબ્રોસિસ ઘાટક એક્યૂટ રેસ્પિરેટરી સિંડ્રોમ કોરોના વાયરસ-2ને વધુ ગંભીર બનાવી શકે છે. ઇમ્યુન સિસ્ટમ પેથોઝન સાથે જોડાયેલા અણુઓનો ઉપયોદ કરી વાયરસની ઓળખ કરે છે, જે એન્ટીજન-પ્રેઝન્ટિંગ સેલ રિસેપ્ટર્સની સાથે સંપર્ક કરી ડાઉનસ્ટ્રીમ સિગ્નલિંગને ટ્રિગર કરે છે જેથી એન્ટીમાઇક્રોબિયલ અને ઇન્ફ્લામેટરી ફોર્સીસને રિલીઝ કરી શકે.

  આપને જણાવી દઇએ કે આખી દુનિયામાં અત્યાર સુધી સાડા ત્રણ કરોડથી પણ વધુ કોરોનાના કેસ સામે આવી ચૂકયા છે. એકલા અમેરિકામાં અત્યારે 78 લાખથી વધુ કેસોની પુષ્ટિ થઇ ચૂકી છે. અમેરિકા બાદ ભારતમાં 69 લાખ કોરોના સંક્રમિત મળ્યા છે. આ ભયંકર બીમારીથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 107450 લોકોના મોત થઇ ચૂકયા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here