કોરલાઇ ગામના લોકો 300 વર્ષથી પોર્ટુગિઝ ભાષા બોલે છે

0
51

પોર્ટુગિઝ ભાષાની વચ્ચે થોડાક મરાઠી શબ્દો પણ બોલે છે

દેશ અને વિદેશની મિકસ ભાષા બોલાતું ભારતનું એક માત્ર ગામ

મહારાષ્ટ્રના કોંકણ દરિયાકાંઠે આવેલા કોરલાઇ ગામના લોકો પોર્ટુગિઝ ભાષા બોલે છે. સામાન્ય રીતે માણસ પોતાની સ્થાનિક ભાષા બોલતો હોય છે એ રીતે જોઇએ તો આ કોરલાઇ ગામના લોકોની ભાષા કોંકણી અને મરાઠી હોવી જોઇએ પરંતુ કોરલાઇના લોકોની બોલીમાં પોર્ટુગિઝ ભાષાના શબ્દોનો પ્રભાવ જણાય છે. પોર્ટુગિઝ ભાષાની વચ્ચે થોડાક મરાઠી શબ્દો આવી જાય છે પરંતુ દેશી -વિદેશી મિશ્રણવાળી ભાષા બોલાતું કદાંચ એક માત્ર ગામ છે. પોર્ટુગિઝ અને મરાઠીના મિશ્રણવાળી ભાષાને ક્રિસ્તી કહેવામાં આવે છે. 

 ૧૫ મી સદીમાં ગોવા અને તેની આસપાસના વિસ્તારમાં પોર્ટુગિઝોએ થાણા સ્થાપ્યા ત્યારે કોરલાઇ ગામના સંપર્કમાં આવ્યા હતા. પોર્ટુગિઝોનું શાસન હતું ત્યારે પોર્ટુગિઝ વેપાર ધંધા માટે નજીકના ચુલ પોર્ટ પાસે આવન જાવન રહેતી હતી. પોર્ટુગિઝ લોકોના પ્રભાવમાં આવવાથી ગામ લોકોની સ્થાનિક બોલીમાં ધીમે ધીમે ફેરફાર થવાથી પોર્ટુગિઝ શબ્દો ઉમેરાતા ગયા હતા. કોરલાઇ ગામમાં ખ્રિસ્તી સમૂદાયની વસ્તી વધારે છે જેમાંના ઘણા એ સમયે ધર્માતરિત થયેલા છે. ધર્માતરણ થયા પછી સ્થાનિક અને પોર્ટુગિઝ ભાષાને જોડવામાં ઝડપ આવી હતી. એ સમયની સોશિયલ ઇકોનોમિક પરીસ્થિતિએ પણ પોર્ટુગલ ભાષા બોલવા માટે મજબૂર કર્યા હોવાનું મનાય છે. કોરલાઇ ગામમાં ૧૦૦૦ લોકોને પોર્ટુગિઝ ભાષા આવડે છે. કેટલાક તો શુદ્ધ પોર્ટુગલ ભાષામાં પણ વાત કરે ત્યારે કશું સમજાતું નથી જો કે પોર્ટુગિઝ ભાષા બોલનારા અને જાણનારા લોકોની સંખ્યા ઘટતી જાય છે. ગામ લોકોના લોકસંગીત  વારસા પર વિદેશી ભાષાનો પ્રભાવ જોવા મળે છે. પોર્ટુગિઝમાં ઉન્તા નવા એટલે કે તું કયા જાય છે એવો અર્થ થાય છે. આ ગામના કેટલાક લોકો જુદી પડતી ભાષા બોલે છે જે મલેશિયાને પણ મળતી આવે છે.

કોરલાઇ ગામમાં પોર્ટુગિઝોએ મજબૂત કિલ્લો બનાવ્યો હતો 

પોર્ટુગિઝ લોકોએ મહારાષ્ટ્રના દમણથી  ગુજરાતના દમણ સુધીના વિસ્તાર પર કબ્જો મેળવ્યો હતો. પોર્ટુગિઝોએ રક્ષણ માટે ઘણા કિલ્લા બાંધ્યા હતા તેમાં કોરલાઇનો કિલ્લો પણ જાણીતો છે. મહારાષ્ટની પ્રવાસન વેબસાઇટના જણાવ્યા મુજબ કોંકણ કાંઠે ૨૦ થી વધુ કિલ્લાઓ છે. રેવાન્ડા ક્રિકના રક્ષણ માટે કોરલાઇ કિલ્લો સમુદ્રની સપાટીથી ૩૦૦ ફૂટ ઉંચે છે. ૮૦૦૦ ઘોડાઓ અને સૈનિકો કિલ્લાનું રક્ષણ કરતા હતા. આ કિલ્લામાં ૭૦ તોપો ગોઠવવામાં આવી હતી. ૧૬૦૨માં પોર્ટુગિઝ ઇતિહાસકાર ડિઓગો ડો કોટોએ કોરલાઇના મજબૂત કિલ્લો ગણાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here