કોમેડિયન-સિંગર સુગંધા મિશ્રાએ કપિલ શર્મા અને સુુનીલ ગ્રોવર વિશે કહી આ વાત, મે ક્યારેય…

0
71

કોમેડિયન અને સિંગર સુગંધા(Sugandha Mishra) મિશ્રા હાલમાં સુનીલ ગ્રોવર(Sunil Grover) સાથે તેમના શો ‘ગેંગ્સ ઓફ ફિલ્મિસ્તાન’માં જોવા મળી રહી છે. સુગંધાએ તેના એક નવા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેણે ક્યારેય કપિલ શર્મા(Kapil Sharma) કે પછી સુનીલ ગ્રોવર બેમાંથી કોઈનો પક્ષ લીધો નથી.

એક ન્યૂઝ પેપરમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે વાત કરીએ તો સુગંધાએ કહ્યું હતું કે ‘સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચેના વિવાદ પછી મને કપિલ શર્મા અને તેની ટીમ તરફથી કોઈ ઓફર નથી મળી. તે પછી મેં સુનીલ ગ્રોવર સાથે કામ કરવાનું શરૂ કર્યું. કપિલ કોલેજના દિવસોથી જ મારો સિનિયર છે અને હું તેમનો ખૂબ જ આદર કરું છું. હું તેને ઘણા કામો માટે મળી છું અને અમે સારા મિત્ર છીએ. મેં કદી કોઈનો પક્ષ લીધો નથી, પછી ભલે તે કપિલ હોય કે સુનીલ હોય. મને તો તે બંને સાથે કામ કરવામાં આનંદ આવે છે.

સુગંધા આ પહેલાં ‘ધ કપિલ શર્મા શો’ના ઘણા એપિસોડમાં વર્ષ 2016ની આસપાસ હાસ્ય કલાકાર તરીકે જોવા મળી હતી. તે પછી તે સુનીલના કોમેડી શોમાં જોવા મળી રહી છે. હવે તે ટૂંક સમયમાં એક રિયાલિટી શો ‘તારે જમીન પર’ હોસ્ટ કરતી જોવા મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here