કોટનમાં સંવતના પ્રથમ સપ્તાહે ખાંડીએ રૂપિયા ૧,૫૦૦ની તેજી

0
55

ભારતીય રિઝર્વ બેન્કે રેગ્યુલેટરી ગાઇડલાઇનના ઉલ્લંઘન બદલ ૬ કંપનીઓ પર ૫.૭૮ કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે. રિઝર્વ બેન્ક તરફથી જારી થયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ ૨૦૦૭ની કલમ ૩૦ હેઠળ આ દંડ ફટકારવામાં આવ્યો હતો.

જે કંપની દંડિત થઈ છે તેમાં પંજાબ નેશનલ બેન્ક અને પાંચ નન-બેન્કિંગ પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ઇશ્યૂઅર (પીપીઆઇ) કંપનીઓનો સમાવેશ થાય છે. પાંચ પીપીઆઇમાં એસ.વી.સી. ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મુથૂથ વ્હિકલ એન્ડ એસેટ ફાઇનાન્સ લિમિટેડ, ક્વિકક્લીવર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ફોન પેપ્રાઇવેટ લિમિટેડ, દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે.

નિવેદન મુજબ સોડેક્સ પર સૌથી વધુ બે કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. પીએનબી અને ક્વિકક્લીવર સોલ્યુશન પર ૧-૧ કરોડ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. ફોન-પે પર ૧.૩૯ કરોડ તો મુથૂથ વ્હિકલ એન્ડ એસેટ ફાઇનાન્સ પર ૩૪.૫૫ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. દિલ્હી મેટ્રો રેલવે કોર્પોરેશન પર પાંચ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે.

સેબીએ ત્રણ વ્યક્તિને ફટકાર્યો ૪૫ લાખ રૂપિયાનો દંડ

સિક્યુરિટી એન્ડ એક્સ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાએ ૩ વ્યક્તિ પર ૪૫ લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. પેરામાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગ લિમિટેડ (પીપીએલ)ના આઇપીઓને ડાઇવર્ટ કરવા બદલ અને ખોટા ડિસ્ક્લોઝર બદલ આ દંડ લાગ્યો છે. સેબીએ દિવ્યેશ અશ્વિન સુખડિયા, ધર્મેશ અશ્વિન સુખડિયા અને અનુજ વિપિન સુખડિયા પર રૂપિયા ૧૫-૧૫ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ આઇપીઓ એપ્રિલ ૨૦૧૧માં જારી થયો હતો અને તે વર્ષે મેમાં કંપનીના શેર લિસ્ટ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here