કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ખુશબુ સુંદર BJPમાં જોડાઇ, 10 વર્ષમાં ત્રીજું રાજકીય સરનામું

    0
    1

    તામિલનાડુની રાજનીતિમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. તામિલ સ્ટાર અને નેતા ખૂશ્બુ સુંદરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ છે. દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટમાં તેમણે સભ્યાતા લીધી છે. એક દાયકાના રાજકીય કરિયમાં ખૂશ્બુ સુંદરે ત્રીજીવાર પોતાનું ઠેકાણું બદલાવ્યું છે.

    દક્ષિણના રાજ્યોમાં ખૂશ્બુ સુંદરની ઓળખ એક જાણીતી અભિનેત્રી અને પ્રોડ્યુસર તરીકે થાય છે. તેણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત તે ટીવી પ્રેજન્ટર તરીકે પણ કામ કરી ચુકી છે. અભિનય ક્ષેત્રે તમામ મુકામ હાંસલ કરી લીધા બાદ 2010માં ખૂશ્બુ સુંદરે રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.

    ખુશબુ સુંદરે સૌથી પહેલા ડીએમકે (ડ્રવિડ મુન્નેત્ર કંડગમ)માં જોડાઇ હતી. તે સમયે ડીએમકેની કમાન એમ.કરુણાનિધિના હાથમાં હતી. તેમના નેતૃત્વમાં ખુશબુએ પોતાની રાજકીય કાર્કિદીની શરુઆત કરી હતી. ત્યાર બાદ 2014માં ડીએમકે સાથે છેડો ફાડી ખુશબુ કોંગ્રેસમાં સામેલ થઇ ગઇ હતી. કોંગ્રેસ નેતાના તરીકે પોતાની વાત રાખતી હતી, ટીવી ડિબેટમાં પણ કોઇ પણ મુદ્દે પાર્ટીનો બચાવ કરતી હતી.

    હવે જ્યારે તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માથે છે ત્યારે ખુશબુ સુંદરે પાટલી બદલી નાખી છે. રાજ્યાં મે 2021માં ચૂંટણી યોજાવાની છે. જયલલિતાના નિધન બાદ એઆઇડીએમકે બે ભાગમાં વહેચાઇ ગઇ છે. જ્યારે બીજી તરફ ડીએમકે અને કોંગ્રેસ છે. બીજેપી અહીં કોઇ પણ ભાગે પોતાની પકડ મજબૂત કરવા માગે છે. ખુશબુ સુંદર બીજેપીના આ પ્રસાયને આગળ વધારવામાં મહત્વ સાબિત થઇ શકે છે કારણકે તે એક મોટો ચહેરો છે અને તામિલનાડુની રાજનીતિમાં ચહેરાની હંમેશા બોલબાલા રહીં છે.

    એમજીઆરથી લઇ કરુણાનિધિ અને જયલલિતા સુધી કેટલાય કલાકારોએ તામિલનાડુ પર શાસન કર્યું છે. હવે કમલ હાસન જેવા સાઉથના સુપર સ્ટાર પણ રાજનીતિમાં આવી ગયા છે. ખુશબુ સુંદરની પણ પોતાની લોકપ્રિયતા છે. તેના ચાહકો તેમના માટે મંદિર સુદ્ધા પણ બનાવ્યાં છે.

    ખુશબુ સુંદરે બોલીવુડમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગની શરુઆત કરી હતી. ત્યાર બાદ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમનો સિક્કો ચાલવા લાગ્યો. તામિલ, મલયાલમ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં તેમણે ખુબ નામ બનાવ્યું. રજનીકાંત, કમલ હાસન, નાગાર્જુન અને વેંટકેશ જેવા દિગ્ગજ સ્ટાર્સ સાથે તેણે કામ કર્યું.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here