કેરાલામાં લાગી રહ્યુ છે ‘કોરોના ઝિંદાબાદ’ના નારા, કારણ પણ ઘણુ રસપ્રદ છે

0
43

આખી દુનિયા કોરોના ભગાડવા માટે આકાશ પાતાળ એક કરી રહી છે ત્યારે કેરાલામાં કોરોના ઝિંદાબાદના નારા લાગી રહ્યા છે.

તેની પાછળનુ કારણ પણ એટલુ જ રસપ્રદ છે.આ કિસ્સો ભાજપ સાથે જોડાયેલો છે.કેરાલાના કોલ્લમમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ રહી છે અને તેમાં ભાજપની મહિલા ઉમેદવારનુ નામ કોરોના થોમસ છે.નામના કારણે આ ઉમેદવાર લાઈમ લાઈટમાં આવી ગયા છે.

કોરોના કાળમાં કોરોના નામ ધરાવતા મહિલા આગેવાન આગામી નગર પાલિકા ચૂંટણીમાં ચર્ચાનો વિષય બન્યા છે.તેઓ કહે છે કે, કોરાનાનુ સંક્રમણ શરુ થયુ એ પછી મને મારા નામના કારણે ભારે સંકોચ થતો હતો પણ હવે ચૂંટણીમાં આ જ નામ મારા માટે વરદાનરુપ સાબિત થઈ રહ્યુ છે.કારણકે મારા નામના કારણે લોકો મને તરત ઓળખી જાય છે અને યાદ પણ રાખે છે.મને આશા છે કે, ચૂંટણીના દિવસે મને તેનો ફાયદો મળશે.

થોમસના પિતા એક આર્ટિસ્ટ છે અને તેમનુ માનવુ હતુ કે, બાળકોના નામ એવા હોવા જોઈએ કે જેનાથી લોકોનુ ધ્યાન ખેંચાય.તેમણે પોતાના પુત્રનુ નામ કોરલ થોમસ રાખ્ય છે જ્યારે પુત્રીનુ નામ કોરોના થોમસ પાડ્યુ હતુ.

આમ તો કોલ્લમ ડાબેરીઓનો ગઢ છે પણ ભાજપને અહીંયા સારા દેખાવની આશા છે.કોરોના થોમસના પતિ પણ ભાજપના નેતા છે.અહીંયા 8 થી 14 ડિસેમ્બર વચ્ચે ચૂંટણી યોજાવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here