કેન્દ્ર સરકારે પેંશનને લઈને લીધો મોટો નિર્ણય, કર્મચારીઓને અપાતી આ સેવાની આવશ્યકતાને કરી ખતમ

0
148

કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લેતા રક્ષા કર્મચારીઓને મોટી રાહત આપી છે. સરકારે 1 ઓક્ટોબર 2019 થી વધેલી પરિવાર પેંશન માટે લઘુતમ સેવાની અનિવાર્યતા સમાપ્ત કરી દીધી છે. આ વાતની જાણ કારી સંરક્ષણ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં જાહેર કરી દીધી છે.

સતત 7 વર્ષની સર્વિસ કરવાનો નિયમ

જણાવી દઈએ કે, હાલમાં ડિફેન્સ કર્મચારીઓના પરિવારને EOFP આપવા માટે સતત 7 વર્ષની સર્વિસ કરવાનો નિયમ હતો, પરંતુ હવે આ જરૂરિયાતને ખતમ કરી દેવામાં આવી છે. વધેલી EOFP જ્યાં આર્મ્ડ ફોર્સના કર્મચારીઓને છેલ્લા પગારના 50 ટકા છે. તો Ordinary Family Pension (OFP) કર્મચારીઓનો છેલ્લો પગાર 30 ટકા હોય છે.

1 ઓક્ટોબર 2019થી લાગુ છે આ નિયમ

મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે, EOFP ડિફેંસ કર્મચારીઓનો છેલ્લા પગારના 50 ટકા હોય છે અને સર્વિસ દરમિયાન કર્મચારીની મોત થવાની તારીખથી 10 વર્ષ માટે આપવામાં આવે છે. તેમણે કહ્યુ કે, સતત 7 વર્ષની સર્વિસની અનિવાર્યતા સમાપ્ત કરવાનો સમયગાળો 1 ઓક્ટોબર 2019થી લાગુ કરવામાં આવી છે. મંત્રાલેયે પોતાના નોટમાં કહ્યુ છે કે, જો નોકરી છોડવી, રિટાયરમેન્ટ ડિસ્ચાર્જ બાદ કર્મચારીની મૃત્યુ થઈ જાય છે તો તેની મોત પહેલા 7 વર્ષ સુધી અથવા તે સમય સુધી જ્યારે કર્મચારી 67 વર્ષના હોય, જે પણ પહેલા હોય ત્યાં સુધી EOFP આપવામાં આવે છે.

10 વર્ષની અંદર થઈ છે

તે સિવાય મંત્રાલયે એ પણ કહ્યુ છે કે, કર્મચારીની મૃત્યુ સતત 7 વર્ષની સર્વિસ હોવાથી પહેલા 1 ઓક્ટોબર 2019 પહેલા 10 વર્ષની અંદર થઈ છે. તેમના પરિવારને હવે EOFP મળતુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here