કેનેડાએ ફરી ખેડૂત આંદોલન અંગે વિધાન કર્યું, ભારતના વિરોધની ઐસી તૈસી કરી

0
61

અમે સદા માનવ અધિકાર માટે અવાજ ઊઠાવીશું

ભારતે કરેલા વિરોધની પરવા કર્યા વિના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એકવાર ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે અભિપ્રાય ઉચ્ચાર્યો હતો. ટ્રુડોએ કહ્યું કે અમે સદા માનવ અધિકારો માટે લડતા રહીશું અને અવાજ ઊઠાવતા રહીશું.

હજુ તેા ચોવીસ કલાક પહેલાં ભારતના વિદેશ ખાતાએ દિલ્હી ખાતેના કેનેડિયન રાજદૂતને બોલાવીને જસ્ટિન ટ્રુડોએ બે ત્રણ દિવસ પહેલા ખેડૂત આંદોલન વિશે કરેલા વિધાનનો વિરોધ કરતો પત્ર આપ્યો હતો. આમ છતાં ફરી એકવાર ટ્રુડોએ ખેડૂત આંદોલન અંગે નિવેદન કર્યું હતું.

વિદેશ ખાતાએ કહ્યું હતું કે આ અમારો (ભારતનો ) આંતરિક મામલો છે. એમાં દખલ નહીં કરવી જોઇએ. આમ કરવાનું ચાલુ રહેશે તો ભારત અને કેને઼ડા વચ્ચેના મૈત્રી સંબંધોને ગંભીર નુકસાન થઇ શકે છે. ટ્રુડોએ શુક્રવારે ફરી એકવાર એવું વિધાન કર્યું હતું કે દુનિયાભરમાં જ્યાં પણ શાંતિપૂર્ણ દેખાવો થતા હશે એને અમે સદૈવ સાથ આપીશું. તનાવ ઘટાડવા માટે ભારત સરકારે લીધેલા પગલાથી અમે ખુશ છીએ.

અત્રે ફરી એ યાદ કરવા જેવું છે કે 1980ના દાયકામાં પંજાબમાં ફૂલેલા ફાલેલાલ ખાલિસ્તાનવાદી આતંકવાદી નેતાઓ પોતાની ધરપકડ અને પોતાની સામેના કાનૂની પગલાં નિવારવા કેનેડામાં જઇ વસ્યા છે. કેનેડામાં આમ પણ શીખો અને પંજાબીઓની વસતિ વધુ છે એટલે જસ્ટિન ટ્રુડો એક કાંકરે બે પક્ષી મારી રહ્યા છે. એક તરફ ખેડૂતોના સાથી હોવાનો દાખડો કરે છે અને બીજી બાજુ કેનેડાની પોતાની વોટ બેંકને સુરક્ષિત રાખે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here