કોરોના (Corona) સંકટ દરમિયાન ઉત્તર કોરિયા (North Korea)ના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong-un)ના આદેશ પર ચીન (China)થી અડીને આવેલી સરહદ પર એન્ટી એરક્રાફ્ટ ગનો (Anti Aircraft Guns)ને તૈનાત કરવામાં આવી છે. એટલું જ નહીં, ઉત્તર કોરિયાના બૉર્ડર ગાર્ડ્સ (Border Guards)ને સરહદથી 0.6 મીલની અંદર મળનારા કોઈ પણ વ્યક્તિને તાત્કાલિક ગોળી મારવાના આદેશ મળ્યા છે. પહેલા આ કામ શાર્પ શૂટર્સને સોંપવામાં આવ્યું હતુ. આ ઉપરાંત બૉર્ડરના વિસ્તારમાં વિસ્ફોટોકોની જાળ પણ બિછાવવામાં આવી, પરંતુ લોકોની ઘૂસણખોરીને રોકવા માટે હવે તાનાશાહે પોતાના કિલિંગ મશીન કહેવાતા એન્ટી એરક્રાફ્ટ ગન ફાયરિંગ સ્ક્વોડને તૈનાત કરવા પડ્યા છે.
ઉત્તર કોરિયા છોડીને ચીન ભાગી રહ્યા છે લોકો
કોરોના વાયરસનું સંક્રમણ શરૂ થયા બાદથી જ કિમ જોંગ ઉને પોતાના દેશની સરહદને અનિશ્ચિતકાળ માટે બંધ કરી રાખી છે. બૉર્ડર પર સખ્તી એટલી છે કે ચીનથી થનારા વેપારને પણ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો છે. આ કારણે ઉત્તર કોરિયામાં રોજિંદા સામાનની તંગી પડવા લાગી છે. કિમ જોંગની તાનાશાહીથી પરેશાન લોકો ઉત્તર કોરિયા છોડીને ચીન જવામાં ભલાઈ સમજી રહ્યા છે. દર મહિને મોટી સંખ્યામાં ઉત્તર કોરિયાના નાગરિકો ચોરી-છૂપીથી ચીન જઈ રહ્યા છે. આ કારણે કિમ જોંગ ઉનની મુશ્કેલી વધી ગઈ છે.
લાંબા અંતર સુધી લોકો પર ચોક્કસ નિશાન લગાવવામાં સક્ષમ
લોકોના આ રીતે બહાર જવાથી નારાજ ઉત્તર કોરિયાના તાનાશાહે હવે બૉર્ડર પર એન્ટી એરક્રાફ્ટ ગનો તૈનાત કરી છે. આ ગન લાંબા અંતર સુધી લોકો પર ચોક્કસ નિશાન લગાવી શકે છે. આનો પ્રહાર એટલો ઘાતક હોય છે કે કોઈ પણ બેલિસ્ટિક શીલ્ડ અથવા બૉડી આર્મર આમની ગોળીઓને રોકી ના શકે. ઉત્તર કોરિયાના ઉત્તર હેમયોંગ પ્રાંતમાં એક સૈન્ય સૂત્રએ યૂએસ-સમર્થિત રેડિયો ફ્રી એશિયા વેબસાઇટને જણાવ્યું કે, ઑક્ટોબરમાં જનરલ કમાન્ડરે કોર-એરક્રાફ્ટ ગનને બૉર્ડર પર તૈનાત કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. નવેમ્બરના મધ્યમાં 9મી વાહિની અંતર્ગત એન્ટી-એરક્રાફ્ટ આર્ટિલરી બટાલિયનને હોરિયોંગ શહેર અને મસાન અને ઓન્સોંગ કાઉન્ટીમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
ઉત્તર કોરિયાના નાગરિકો ચીનમાં ઘૂસણખોરી કરી રહ્યા છે
સૂત્રો પ્રમાણે, એન્ટી એરક્રાફ્ટ ગનોની બટાલિયનોને એ વિસ્તારોમાં ગોઠવવામાં આવી છે, જ્યાં ઘૂસણખોરીની સૌથી વધારે સંભાવના છે. આ વિસ્તારોમાં બૉર્ડર પર સુરક્ષાકર્મચારીઓની સંખ્યા પણ અન્ય વિસ્તારોની સરખામણીએ ઓછી છે, જેના કારણે આ વિસ્તારોથી મોટી સંખ્યામાં ઉત્તર કોરિયાના નાગરિકો ચીનમાં ઘૂસણખોરી કરી રહ્યા છે. આ કારણે કિમ જોંગે પોતાની એન્ટી એરક્રાફ્ટ ગનોની બટાલિયનોને 2020ના શિયાળામાં થતી સૈન્ય તાલીમથી બહાર રાખી છે, જેથી તે સરહદ પર કામ કરી શકે.