કિમ જોંગે દુનિયાને દેખાડ્યું તબાહીનું હથિયાર, એટલું વિશાળ કે 11 પૈડાંની ટ્રક પર લાવવું પડ્યું

0
154

હાલ આખી દુનિયા કોરોના મહામારી સામે લડી રહી છે. ત્યારે ઉત્તર કોરિયાએ શનિવારે પોતાની સૈન્ય શક્તિ લશ્કરી પરેડના માધ્યમથી દુનિયાને દેખાડી. મિસાઇલના દીવાના સરમુખત્યાર કિમ જોંગ ઉનની સેનાએ ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ(ICBM) નું પ્રદર્શન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની આ દુનિયાની સૌથી મોટી મિસાઇલ છે. આ એટલી વિશાળ છે કે આને 11 પૈડાંની ટ્રક પર લાવવા ફરજ પડી.

માહિતી મુજબ આ લશ્કરી પરેડમાં અન્ય ઘણા શસ્ત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને આ સાથે કિમ જોંગે વિશ્વને ચેતવણી આપી હતી કે તેઓ પોતાના દેશની તાકાત મજબૂત કરી રહ્યાં છે. ICBMને ટ્રાન્સપોર્ટર-ઇરેક્ટર-લોન્ચર પર કિમ ઇલ સુંગ સ્ક્વેયર પર સરમુખત્યાર કિમ જોંગ ઉનના સામેથી લઈ જવામાં આવી. એક્સપર્ટનું માનવું છે કે નવા હથિયારમાં મલ્ટિપલ રીએન્ટ્રી વ્હીકલ ક્ષમતા છે. જેની મદદથી આ અમેરિકા સંરક્ષણ તંત્રોને ચેતવણી આપી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ મિસાઇલનું પહેલું પરીક્ષણ અમેરિકામાં આગામી રાષ્ટ્રપતિના કાર્યકાળના ઉદઘાટન સમારોહની નજીક હોઈ શકે છે. આ સાથે દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિને સંદેશ આપવાની કોશિશ કરવામાં આવશે. આ પરેડમાં પણ કોરિયાએ Pukguksong-4a સબમરીન પ્રક્ષેપણ મિસાઇલનું પ્રદર્શન કર્યું હતું. માનવું છે કે આ અમેરિકાના હુમલાનો જવાબ આપી શકે છે. આ પરેડ દરમિયાન જંગી જહાજ ઉપરથી જ્યારે માર્ગ પર વાહન અને મિસાઇલોની તાકત દેખાઈ. આ પરેડમાં Hwasong-15 લોન્ગ રેન્જની મિસાઇલ પણ દેખાઈ. ઉત્તર કોરિયામાં ટેસ્ટ કરેલ આ સૌથી લાંબી રેન્જની મિસાઇલ છે. આ સિવાય નવી સબમરીનથી લોન્ચ કરેલ બેલિસ્ટિક મિસાઇલો પણ દેખાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here