કાશ્મીરમાં હિમવર્ષાથી નેશનલ હાઇવે બંધ, માઉન્ટ આબૂ શૂન્ય ડીગ્રીએ થીજી ગયું

0
116

– જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર 300 વાહનો ફસાયા

– દિલ્હીમાં નવેમ્બર માસનું સૌથી નીચુ 6.3 ડીગ્રી તાપમાન, 17 વર્ષનો રેકોર્ડ તોડયો

અનેક વિસ્તારોમાં કોલ્ડ વેવ : હિમાચલમાં ભારે હિમવર્ષા-વરસાદથી માઇનસ 3 ડીગ્રી તાપમાન

માઉન્ટ આબુમાં તાપમાન શૂન્ય ડીગ્રી સુધી પહોંચી જતા થીજી ગયું હતું અને રાજસૃથાનનો સૌથી ઠંડો પ્રદેશ બની ગયું હતું. જ્યારે ચુરૂનું તાપમાન 5.8 ડીગ્રી અને ભીલવાડાનું 7 ડીગ્રી હતું. બીજી તરફ કાશ્મીરમાં આ શીયાળાની પ્રથમ હિમવર્ષા થઇ હતી. શ્રીનગર-લેહ રોડ પર ભારે હિમવર્ષા થઇ હતી.

ગુલમર્ગમાં પણ ચાર ઇંચ જેટલો બરફ પડયો હતો જેને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હિમવર્ષાને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવેને બંધ કરી દેવો પડયો હતો, જેને પગલે અહીં મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

હાઇવે બંધ થઇ જતા આશરે 300 જેટલા વાહનો ફસાયા હતા, જોકે બાદમાં બરફ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઇ હતી જેના મોટા વાહનોને તૈનાત કરી દેવાયા હતા. દિલ્હીમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. દિલ્હીના લોધી રોડ પર તાપમાન ચાર ડીગ્રી ઘટી ગયું હતું. આઇએમડી દ્વારા સામાન્ય રીતે તાપમાન 10 ડીગ્રી કે તેથી નીચે જાય છે ત્યારે કોલ્ડ વેવની જાહેરાત કરવામાં આવતી હોય છે.

દિલ્હીમાં છેલ્લા 17 વર્ષમાં નવેમ્બર માસમાં સૌથી નીચુ 6.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જેને પગલે 17 વર્ષનો રેકોર્ડ પણ તૂટયો હતો. ઉત્તર પ્રદેશમાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું અને મુઝફ્ફરનગરમાં તાપમાન 5.5 ડીગ્રી સેલ્સિયસએ પહોંચી ગયું હતું. અહીંના પૂર્વ ઉત્તર પ્રદેશમાં કોલ્ડ વેવની જાહેરાત કરવામાં આવી હતી. 

તેવી જ રીતે હરિયાણા અને પંજાબમાં પણ તાપમાનનો પારો ગગડયો હતો. હરિયાણામાં હિસાર રાજ્યનું સૌથી ઠંડુ પ્રદેશ રહ્યું જ્યાં તાપમાન 5.9 ડીગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા પાંચ ડીગ્રી ઓછુ હતું, એટલે કે હરિયાણામાં ઠંડીનું પ્રમાણ વધી ગયું હતું.

જ્યારે પંજાબનું ભટીંડા રાજ્યનો સૌથી ઠંડો પ્રદેશ રહ્યો જ્યાં તાપમાન 5.6 ડીગ્રીએ પહોંચી ગયું હતું. જોકે અમૃતસર અને લુિધયાણામાં તાપમાન સામાન્ય કરતા વધુ રહ્યું અને આશરે 11 ડીગ્રી જેટલુ નોંધાયું હતું. બીજી તરફ કાશ્મીર બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા શરૂ થઇ ગઇ છે.

હિમાચલ પ્રદેશના મનાલીમાં 13 એમએમ વરસાદ પડયો હતો. જ્યારે કીલોંગ જેવા વિસ્તારોમાં તાપમાન માઇનસ 3.8 ડીગ્રીએ પહોંચી ગયું હતું. જ્યારે કિન્નૌરમાં તાપમાન 1.4 ડીગ્રી નોંધાયું હતું. શીમલામાં પણ 7.1 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે અહીંના ઉનામાં સૌથી વધુ મહત્તમ 23 ડીગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here