કાળું નાણું / સ્વિસ બેંક તરફથી બ્લેક મની ધરાવનારાઓની સરકારને મળ્યું આ બીજું મહત્વપૂર્ણ લિસ્ટ

0
202

ભારત એ 86 દેશોમાંથી એક દેશ છે કે જેની સાથે સ્વિટ્ઝર્લેન્ડના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન FTA એ માહિતી શેર કરવા માટે કરાર કર્યાછે. ભારતને સ્વિસ એકાઉન્ટ્સ સંબંધિત માહિતી પ્રથમ સપ્ટેમ્બર 2019 માં મળી હતી.

  • સ્વિટ્ઝર્લેન્ડ ના પ્રશાસને ભારતને સોંપી બીજી લિસ્ટ 
  • આ લિસ્ટમાં હોઈ શકે છે મોટી સંખ્યામાં ભારતીય ખાતાધારકોના નામ 
  • આ અગાઉ પણ ભારતને મળી ચૂકી છે એકાઉન્ટ્સ ધરાવ્નારોની એક  લિસ્ટ 

ભારત ને સ્વિસ બેંક તરફથી તેમ ભારતીય એકાઉન્ટ્સ ધારકોની મહિતી વાળી આ બીજી લિસ્ટ મળી છે. આ માહિતી સ્વિત્ઝરલેન્ડ ને ઓટોમેટિક એક્સચેંજ ઓફ ઇન્ફર્મેશન પેક્ટ હેઠળ પ્રાપ્ત થઈ છે. કેન્દ્ર સરકારના કાળા નાણાં સામે શરૂ કરવામાં આવેલા અભિયાનમાં તેને ઘણી મોટી સફળતા માનવામાં આવે છે.

સૌપ્રથમ માહિતી સપ્ટેમ્બર 2019 માં મળી હતી

ભારત એ 86 દેશોનો ભાગ છે કે જેની સાથે સ્વિટ્ઝરલેન્ડ ના ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન એ માહિતી શેર કરવાના કરાર કર્યા છે.

31 લાખ એકાઉન્ટ્સ ધારકોની માહિતી 86 દેશો સાથે શેર કરવામાં આવી હતી

FTA દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 31 લાખ ખાતાઓની માહિતી 86 દેશો સાથે શેર કરવામાં આવી છે. જોકે, ભારત વિશેની રજૂઆતમાં કોઈ અલગ માહિતી આપવામાં આવી નથી. પરંતુ ન્યૂઝ એજન્સી PTI એ અહેવાલ આપ્યો છે કે FTA એ માહિતી શેર કરી હોય તેવા મોટા દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.

પહેલા પણ ભારતને મહત્વપૂર્ણ જાણકારીઓ મળી ચૂકી છે 

એવી માહિતી છે કે મોટી સંખ્યામાં સ્વિસ બેન્કોમાં ભારતીયો ખાતા ધરાવે છે. આ સિવાય સ્વિસ વહીવટીતંત્ર એ અગાઉ 100 ભારતીય નાગરિકોને લગતા ખાતાઓની માહિતી ભારત સાથે શેર કરી છે.

બ્લેક મની એ હમેશા એક રાજકીય મુદ્દો રહ્યો છે 

નોંધપાત્ર વાત એ છે કે ભારત માં બ્લેક મની એ હમેશા એક રાજકીય મુદ્દો રહ્યો છે. 2009 ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ બ્લેક મની ને ખૂબ મોટો મુદ્દો બનાવ્યો હતો. બાદમાં 2014 ની ચૂંટણીમાં ભાજપના વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. વડા પ્રધાન બન્યા બાદ 8 નવેમ્બર, 2016 ના રોજ સરકારે કરેલી નોટબંધી પાછળનું એક મોટું કારણ બ્લેક મની ની સામે સરકાર ની ઝુંબેશ ને પણ માનવામાં આવી રહ્યું હતું. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here