કવિતા અને સ્ટોરી લખવામાં હોંશિયાર:7 વર્ષની ઉંમરે બુક લખીને અભિજીતા ગુપ્તા સૌથી નાની ઉંમરની લેખિકા બની, લોકડાઉનમાં ઘરે રહીને 3 મહિનામાં બુક લખી

0
150

7 વર્ષની અભિજીતા ગુપ્તાએ એક બુક લોન્ચ કરી છે. તેનું નામ ‘હેપ્પીનેસ ઓલ અરાઉન્ડ’ છે. આ બુક લખ્યા પછી અભિજીતા સૌથી નાની ઉંમરની લેખિકા બની ગઈ છે.

અભિજીતા અત્યાર સુધી એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડથી સન્માનિત થઇ ચૂકી છે. આ બુક લખતા અભિજીતાને માત્ર 3 મહિનાનો સમય લાગ્યો. અભિજીતાની બુક બાળકોની ફેવરિટ બની ગઈ છે. આ નાનકડી લેખિકા બીજું કોઈ નહિ પણ રાષ્ટ્રકવિ મૈથીલીશરણ ગુપ્તની પૌત્રી છે. અભિજીતા 5 વર્ષની હતી ત્યારથી તેના પેરેન્ટ્સ પાસે બુક અને પેન્સિલ માગતી હતી.

અભિજીતાની માતા અનુપ્રિયાએ કહ્યું કે, મને આ જોઈને ઘણી નવી લાગી કે આ બુકમાં તેણે માત્ર એક કે બે જ સ્પેલિંગ મિસ્ટેક કરી છે. હું તેનું રાઈટિંગ જોઇને આશ્ચર્યચકિત થઇ ગઈ છું. અભિજીતાએ પ્રથમ સ્ટોરી ‘ધ એલિફન્ટ એડવાઈઝ’ લખી હતી અને પ્રથમ કવિતા ‘અ સની ડે’ લખી છે.

7 વર્ષની નાનકડી લેખિકાએ કહ્યું કે, મારા પેરેન્ટ્સે મને દરેક પરિસ્થિતિઓમાં પોઝિટિવ રહેતા શીખવાડ્યું છે આથી હું લેખનમાં પણ પણ પોઝિટિવ જ રહું છું. અભિજીતાએ બુકમાં ઈલસ્ટ્રેશન પણ જાતે જ કર્યું છે. તે ધોરણ 2માં ભણે છે. બુક તેણે લોકડાઉનમાં ઘરે રહીને જ લખી છે. તેને રસ્કિન બોન્ડ અને સુધા મૂર્તિની બુક્સ વાંચવી ગમે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here