કમલનાથે ‘આઇટમ’ ગણાવેલાં ઇમરતી દેવી હાર્યાં, પક્ષના જ અસંતુષ્ટો તેમને હરાવવામાં નિમિત્ત બન્યાં

0
98

એમના વેવાઇ કોંગ્રેસના સુરેશ રાજે જીત્યા

મધ્ય પ્રદેશની વર્તમાન સરકારના પ્રધાન અને ભાજપના ઉમેદવાર ઇમરતી દેવી પેટાચૂંટણીમાં પરાજિત થયાં હતાં. તેમણે પોતાની ડબરા બેઠક ગુમાવી હતી.

રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે પોતાના કોંગ્રેસી ઉમેદવારના પ્રચારમાં ઇમરતી દેવીને આઇટમ કહીને એમની ઠેકડી ઊડાવી હતી. એ માટે ચૂંટણી પંચે કમલનાથને કારણદર્શક નોટિસ પણ મોકલી હતી.

એ પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિધાનસભામાંના ભૂતપૂર્વ વિપક્ષી નેતા અજય સિંઘે એક સભામાં એવું વિધાન કર્યું હતું કે ત્રીજી નવેંબરે મતદારો ઇમરતી દેવીને જલેબી બનાવી દેશે. એમને પણ ચૂંટણી પંચે નોટિસ મોકલી હતી. જો કે ઇમરતી દેવીએ સંયમ ગુમાવીને કમલનાથને મણ મણની ચોપડી હતી. 

ઇમરતી દેવી સામે એમના જ વેવાઇ સુરેશ રાજે ઊભા હતા. આમ પોતાનાજ સ્વજન દ્વારા ઇમરતી દેવી હાર્યાં હતાં. જો કે ઇમરતી દેવી એવાં ભૂતપૂર્વ ધારાસભ્યોમાં એક હતાં જેમણે થોડા સમય પહેલાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું હતું. તેમણે આ વર્ષના માર્ચ મહિનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાને ટેકો આપતાં કહ્યું હતું કે સિંધિયા કૂવામાં પડે તો અમે પણ સાથે પડીશું. જો કે એ વફાદારી મતદારોને કદા ગમી નહોતી. ઇમરતી દેવી ચૂંટણી હારી ગયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here