કપાસિયા તેલમાં આગળ ધપતી રેકોર્ડ તેજી

  0
  2

   વિશ્વબજારમાં વિવિધ ખાદ્યતેલોમાં વધ્યાભાવથી ઘટાડો

  – મલેશિયા ખાતેથી પામતેલની નિકાસ નવેમ્બરના પ્રથમ ૨૦ દિવસમાં ૧૪થી ૧૮ ટકા ઘટવાની શક્યતા: ખોળોની કુલ નિકાસ વધી

  મુંબઈ તેલ-તેલીબિયાં બજારમાં આજે સિંગતેલના ભાવ જોકે, શાંત હતા, સામે કપાસિયા તેલમાં ઊંચા ભાવની તેજી આગળ વધી હતી. આયાતી પામતેલ, સોયાતેલ તથા સનફ્લાવર તેલના હાજર ભાવ વિશ્વબજાર પાછળ વધુ ઊંચકાયા હતા, સામે વાયદા બજારમાં ભાવ ઊછળ્યા પછી તેજીવાળાની નફારૂપી વેચવાલી નીકળતાં વાયદાઓના ભાવ સાંજે ઊંચા મથાળેથી ઘટાડો બતાવી રહ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

  દરમિયાન, મુંબઈ બજારમાં આયાતી પામતેલમાં બુધવારે મોડી સાંજે ડિસેમ્બર ડિલિવરી માટે આશરે બેથી અઢી હજાર ટનના વેપાર થયા પછી આજે નવા વેપારો છૂટાછવાયા રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

  વિશ્વબજારમાં આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો બપોર સુધી તેજીમાં રહ્યા પછી ઘટી સાંજે ૨૭ પોઈન્ટ માઈનસમાં બંધ રહ્યો હતો, સામે ત્યાં પામ પ્રોડક્ટના ભાવ પણ સાડા સાતથી સાડા સ ાર ડોલર ગબડયા હતા. મલેશિયા ખાતેથી પામતેલની કુલ નિકાસ નવેમ્બરના પ્રથમ ૨૦ દિવસમાં આશરે ૧૪થી ૧૮ ટકા જેટલી ઘટવાની શક્યતા વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, દેશમાંથી વિવિધ ખોળોની કુલ નિકાસ ઓક્ટોબરમાં આશરે ૩૩ ટકા વધી હોવાનું ધ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશનના સૂત્રોએ જણાવ્યું હતું.

  દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧,૩૯૦ રહ્યા હતા, જ્યારે કપાસિયા તેલ વધી રૂ.૧,૦૬૨ બોલાયું હતું. ઉત્પાદક મથકોએ કોટન વોશ્ડના ભાવ વધી રૂ.૧,૦૧૫થી રૂ.૧,૦૧૭ બોલાયા હતા,

  જ્યારે સિંગતેલના ભાવ મથકોએ રૂ.૧,૩૫૦થી રૂ.૧,૩૬૦ તથા ૧૫ કિલોના રૂ.૨,૧૩૦થી રૂ.૨,૧૪૦ રહ્યાના સમાચાર હતા. મુંબઈ બજારમાં આજે આયાતી પામતેલના ભાવ વધી રૂ.૧,૦૦૦ની સપાટી વટાવી રૂ.૧,૦૦૮ બોલાયા હતા, જ્યારે ક્રૂડ પામ ઓઈલ (સીપીઓ) કંડલાના ભાવ વધી રૂ.૯૫૦ રહ્યા હતા.

  વાયદા બજારમાં સીપીઓનો નવેમ્બર વાયદો ઊંચામાં રૂ.૯૪૮.૮૦ થઈ સાંજે રૂ.૯૩૨.૫૦ બોલાઈ રહ્યો હતો, જ્યારે સોયાતેલનો ડિસેમ્બર વાયદો ઊંચામાં રૂ.૧,૦૯૫ થઈ સાંજે રૂ.૧,૦૭૦ રહ્યો હતો. સીપીઓ વાયદામાં બુધવારે મોડી સાંજે તેજીની સર્કિટ લાગી હતી.

  દરમિયાન, મુંબઈ હાજર બજારમાં આજે સોયાતેલના ભાવ વધી ડીગમના રૂ.૧,૦૫૦ તથા રિફાઈન્ડના રૂ.૧,૦૮૦ બોલાયા હતા, જ્યારે સનફ્લાવર તેલ વધી રૂ.૧,૨૦૦ તથા રિફાઈન્ડના રૂ.૧,૨૩૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧,૨૩૦ના મથાળે શાંત હતા.

  દરમિયાન, મુંબઈ દિવેલના હાજર ભાવ આજે રૂ.૫ વધ્યા હતા, જ્યારે હાજર એરંડા રૂ.૨૫ વધ્યા હતા. સામે એરંડાનો ડિસેમ્બર વાયદો સાંજે રૂ.૫૪ વધી રૂ.૪૭૨૨ બોલાઈ રહ્યો હતો. દરમિયાન, ઈન્ડોનેશિયાએ વ્યાજના દર ઘટાડી રેકોર્ડ તળિયે જાહેર કરતાં તેની અસર પણ વૈશ્વિક પામતેલ બજાર પર વર્તાઈ રહી હતી. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here