– વર્તમાન નાણાં વર્ષમાં કંપનીઓની ક્રેડિટ કવોલિટી પરનું દબાણ ચાલુ રહેવા પણ ધારણા
દેશના મોટાભાગના ક્ષેત્રોમાં કોરોનાની પડેલી પ્રતિકૂળ આર્થિક અસરને પરિણામે કંપનીઓના અપગ્રેડસ કરતા ડાઉનગ્રેડસની માત્રામાં વધારો જોવા મળ્યો છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ૬ મહિનામાં રેટિંગ એજન્સી દ્વારા ૨૯૬ કંપનીઓને ડાઉનગ્રેડસ કરાઈ હતી જ્યારે ૧૬૧ને અપગ્રેડસ કરાઈ હતી.
વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં ભારતીય કંપનીઓની ક્રેડિટ કવોલિટી પરનું દબાણ ચાલુ રહેશે અને અપગ્રેડસ કરતા ડાઉનગ્રેડસની સંખ્યા વધુ જોવા મળશે એમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું છે.
વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિના માટેનું આઉટલુક નેગેટિવ રહેશે અને તેમાં સુધારાનો આધાર સરકારી નીતિઓ તથા માગમાં રિકવરી કેવી રહે છે તેના પર રહેશે.
કોરોનાને કારણે દેશના આર્થિક વિકાસ દર પર પડેલી અસરને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા લેવાયેલા નિયમનકારી પગલાંને કારણે ક્રેડિટ રેશિયો પરનું દબાણ હળવું થયું છે.
કોરોનાના કેસોમાં થઈ રહેલા વધારાને જોતા કોર્પોરેટ ક્રેડિટ પ્રોફાઈલ્સમાં નબળાઈ ચાલુ રહેશે. કંપનીઓના અપગ્રેડનો દર જોરદાર ઘટયો છે પરંતુ ડાઉનગ્રેડસની સંખ્યા ભય હતો તે પ્રમાણે વધી નથી એમ એજન્સીના રિપોર્ટમાં જણાવાયું હતું.